For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

J&K: દેશની સૌથી લાંબી ટનલમાં છે 124 CCTV કેમેરા

ચેનાનીથી નાશરી વચ્ચે બનેલી આ ટનલ દેશની સૌથી મોટી ટનલ છે. તેની લંબાઇ 9.2 કિલોમીટર છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 2 એપ્રિલ, રવિવારના રોજ દેશની સૌથી મોટી ટનલ નું ઉદઘાટન કર્યું છે. જમ્મુ-શ્રીનગર હાઇવે પર ચેનાની અને નાશિરી વચ્ચે ભારતની સૌથી લાંબી ટનલ બનાવવામાં આવી છે. આ પ્રસંગે જમ્મુ-કાશ્મીર ના મુખ્યમંત્રી મુફ્તી મહેબૂબા અને રાજ્યપાલ એન.એન.વોહરા પણ હાજર રહ્યાં હતા. આ ટનલ કાર્યરત થતા રોજ આશરે 27 લાખ રૂપિયાનું ઇંધણ બચશે. અલગતાવાદી સંગઠન હુરિયતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમ્મુ-કાશ્મીર મુલાકાતના વિરોધમાં બંધની જાહેરાત કરી છે. ટનલના ઉદઘાટન બાદ પીએમ મોદીએ જનસભાનું સંબોધન કર્યું હતું.

narendra modi

અહીં વાંચો - આઝાદીની 75મી વર્ષગાંઠ પર આપણા દેશ માટે સંકલ્પ લઇએઃ PM મોદીઅહીં વાંચો - આઝાદીની 75મી વર્ષગાંઠ પર આપણા દેશ માટે સંકલ્પ લઇએઃ PM મોદી

ખાસ વાતો

  • 9.2 કિલોમીટર લાંબી આ ટ્વિન ટ્યૂબ ટનલ ઉધમપુર જિલ્લાના ચિનૌની વિસ્તારથી શરૂ થઇે રામબન જિલ્લાના નાશરી નાલા સુધી જાય છે.
  • આ ટનલમાં ઇન્ટરનેટ પણ કામ કરે છે.
  • ટનલમાં મોબાઇલ નેટવર્કની સુવિધા પણ આપવામાં આવી છે.
  • આ ટનલમાં FM ફ્રિક્વેન્સિ પર ગીતો પણ સાંભળી શકાય છે.
  • આપત્તિજનક પરિસ્થિતિમાં FM દ્વારા મેસેજ પણ મોકલી શકાય છે.
  • આ ટનલના નિર્માણમાં 3720 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
  • આ ટનલમાં 124 સીસીટીવી કેમેરા છે, જે 360 ડિગ્રી વ્યૂ આપે છે.
jammu kashmir longest tunnel
  • આખી ટનલમાં ક્રોસ ઓવર પેસેજ બનાવવામાં આવ્યા છે.
  • દેશની આ સૌથી લાંબી ટનલ બનાવવામાં 5 વર્ષનો સમય લાગ્યો છે.
  • આ ટનલમાં વિશ્વની વર્તમાન સર્વશ્રેષ્ઠ સેફ્ટી ફિચર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફાયર કંટ્રોલ, વેન્ટિલેશન, સિગ્નલ, કમ્યુનિકેશન અને ઓટોમેટિક ઇલેક્ટ્રિકલ સિસ્ટમ લગાવવામાં આવી છે.
  • આ ટનલને કારણે જમ્મુથી શ્રીનગર વચ્ચેનું અંતર 30 કિલોમીટર ઘટી જશે.
English summary
PM Narendra Modi inaugurates India's longest road tunnel in Jammu Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X