પરીક્ષા પે ચર્ચા 2.0: પીએમ મોદીએ છાત્રોને કહ્યુ એક પરીક્ષા ખરાબ થવાથી જીવન નથી અટકતુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ‘પરીક્ષા પે ચર્ચા 2.0' કાર્યક્રમના માધ્યમથી દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 'પરીક્ષા પે ચર્ચા 2.0' કાર્યક્રમના માધ્યમથી દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. આ કાર્યક્રમના માધ્યમથી પીએમ મોદી માતાપિતા અને શિક્ષકો સાથે પણ વાતચીત કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં અન્ય દેશોના છાત્રો પણ શામેલ થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે આ કાર્યક્રમ કોઈ ઉપદેશ આપવા માટે નથી. તેમણે કહ્યુ, 'હું અહીં તમારી વચ્ચે મને પોતાના જેવો, જેવુ તમે જીવો છો એવુ તમારા જેવુ જીવવા ઈચ્છુ છુ.' આ કાર્યક્રમ દ્વારા છાત્ર પીએમ મોદીને સવાલો પણ પૂછી રહ્યા છે.

જીવનનો અર્થ અટકવુ નથી, ચાલતા રહેવુ છે

જીવનનો અર્થ અટકવુ નથી, ચાલતા રહેવુ છે

પીએમ મોદીએ પરીક્ષા પે ચર્ચા 2.0 દરમિયાન શાળાના છાત્રો સાથે વાતચીત પહેલા એક પ્રદર્શનમાં બાળકો દ્વારા બનાવેલી કલાકૃતિઓને જોઈ. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે બોર્ડની પરીક્ષા જ જીવનની પરીક્ષા નથી. પરીક્ષા જો ખરાબ થઈ જાય તો જીવન અટકતુ નથી. તેમણે કહ્યુ કે માતાપિતા બાળકો પર વધુ દબાણ ન કરે. જીવનનો અર્થ અટકવુ નથી, ચાલતા રહેવાનો છે.

કુછ ખિલોનો કે ટૂટને સે બચપન નહી મરા કરતા

પીએમ મોદીએ કહ્યુ, ‘એક કવિતામાં લખ્યુ છે - કુછ ખિલોનો કે ટૂટને સે બચપન નહી મરા કરતા હે, તો એક પરીક્ષા ખરાબ થવાથી નિરાશા જરૂર થઈ શકે પરંતુ જીવન ન રોકાઈ જાય.' આ કાર્યક્રમ દ્વારા દેશના વિવિધ ભાગોમાંથી માતાપિતાએ પોતાની સમસ્યાઓ પીએમ મોદીને જણાવી જેનુ સમાધાન તેમણે કાર્યક્રમ દરમિયાન જણાવ્યુ.

બાળકો સાથે ટેકનિક પર ચર્ચા કરવી જોઈએ

તેમણે કહ્યુ કે બાળકોને દરેક સમયે ઠપકો આપતા રહેવુ યોગ્ય નથી. તેમણે કહ્યુ કે કોઈએ અપેક્ષાઓના બોઝ હેઠળ દબાવુ ન જોઈએ. તેમણે કહ્યુ કે નિરાશામાં ડૂબેલો સમાજ, પરિવાર કે વ્યક્તિ કોઈનું ભલુ નથી કરી શકતો. તેના માટે આશા અને અપેક્ષાની જરૂર હોય છે. પીએમ મોદીએ કહ્યુ કે બાળકો સાથે ટેકનિક પર ચર્ચા કરવી જોઈએ. ટેકનિકનો ઉપયોગ વિસ્તાર માટે કરવો જોઈએ અને ટેકનિકને પ્રોત્સાહન આપવુ જોઈએ. જો ઓનલાઈન ગેમ્સ એક સમસ્યા છે તો એનુ પણ સમાધાન છે. ટેકનિકને સમજીને તેને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

નિરંતર પ્રયત્નો કરવા જોઈએ

એક છાત્રએ પૂછ્યુ કે લક્ષ્યનું નિર્ધારણ કેવી રીતે કરવુ જોઈએ જેના પર પીએમ મોદીએ કહ્યુ કે લક્ષ્ય પોતાના સામર્થ્યથી જોડાયેલુ હોવુ જોઈએ અને તેના માટે નિરંતર પ્રયત્નો પણ કરવા જોઈએ. માત્ર લક્ષ્ય હોવુ જ મોટી વાત નથી તેને મેળવવા માટે તમે કેટલી કોશિશ કરો છો તે મહત્વનુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X