વિશ્વકપ અને દિવાળીની ઉજવણીમાં સામેલ થવા માટે પીએમ મોદીએ ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીને આપ્યુ આમંત્રણ

ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યુ છે. પીએમ મોદીએ ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાનને ભારતમાં વર્લ્ડ કપ જોવા અને દિવાળીની ઉજવણીમાં ભાગ લેવા આમંત્રણ આપ્યુ છે.

ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક બાદ પીએમ મોદીએ સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. પીએમ મોદીએ ક્રિકેટનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત-ઑસ્ટ્રેલિયા સંબંધો હવે T20 મોડમાં આવી ગયા છે.

narendra modi

હું આ વર્ષે ભારતમાં યોજાનાર ક્રિકેટ વર્લ્ડ કપ માટે વડાપ્રધાન અલ્બેનીઝ અને તમામ ક્રિકેટ ચાહકોને ભારત આવવા આમંત્રણ આપુ છુ. તે સમયે તમને દિવાળીની ચમક અને ધામધૂમ પણ જોવા મળશે. પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષની આપણી છઠ્ઠી બેઠક છે. તે દર્શાવે છે કે અમારુ જોડાણ મજબૂત અને ગાઢ છે. ક્રિકેટની દ્રષ્ટિએ, આપણો સંબંધ T20 મોડમાં આવી ગયો છે.

પીએમે કહ્યુ કે દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન ઑસ્ટ્રેલિયામાં મંદિરો પરના હુમલાઓ ચર્ચામાં આવ્યા હતા. આવા તત્વોને બિલકુલ સ્વીકારવામાં આવશે નહીં, જે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોમાં અંતર લાવવાનું કામ કરશે. પીએમ અલ્બેનિસે ખાતરી આપી છે કે તેઓ ભવિષ્યમાં આવા તત્વો સામે કડક કાર્યવાહી કરશે.

પીએમએ કહ્યું કે અમે ભૂતકાળમાં પણ આ તત્વો વિશે વાત કરી હતી અને આજે પણ કરી રહ્યા છીએ. તમારા વિચારો કે કાર્યોથી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોને ઠેસ પહોંચાડવી સ્વીકાર્ય નથી. આ સંદર્ભે તેમણે લીધેલા પગલાં માટે હું પીએમનો આભાર માનુ છુ. તેમણે મને આશ્વાસન આપ્યુ છે કે તેઓ ભવિષ્યમાં આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.

પીએમ મોદીએ કહ્યું કે અમારા સંબંધોને મજબૂત કરવા અમારી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે સકારાત્મક ચર્ચા થઈ. અમે ગ્રીન હાઇડ્રોજન માટે ટાસ્ક ફોર્સની સ્થાપના કરવાનું નક્કી કર્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X