For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીના આ બે ફોટાએ તોડી દીધા લોકપ્રિયતાના બધા રેકોર્ડ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈન્સ્ટાગ્રામ પર વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા બની ગયા છે. ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ લોકપ્રિય નેતાઓની યાદીમાં પીએમ મોદી પહેલા નંબરે છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈન્સ્ટાગ્રામ પર વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા બની ગયા છે. ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ લોકપ્રિય નેતાઓની યાદીમાં પીએમ મોદી પહેલા નંબરે છે. જેમને 15.4 મિલિયન (એક મિલિયન એટલે કે 10 લાખ) એટલે કે દોઢ કરોડથી વધુ લોકો ફોલો કરે છે. બીજા નંબરે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોનું નામ આવે છે. જેમને 14 મિલિયન લોકો ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ ત્રીજા નંબરે છે જેમને 10.9 મિલિયન લોકો ફોલો કરે છે. પીએમ નરેન્દ્ર મોદી એકલા એવા વર્લ્ડ લીડર છે જેમના બે ફોટાને ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ પસંદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ફોર્બ્ઝ લિસ્ટમાં સલમાન સૌથી અમીર, ટોપ-5માં જગ્યા મેળવનાર દીપિકા પહેલી મહિલાઆ પણ વાંચોઃ ફોર્બ્ઝ લિસ્ટમાં સલમાન સૌથી અમીર, ટોપ-5માં જગ્યા મેળવનાર દીપિકા પહેલી મહિલા

વિરુષ્કા સાથેના ફોટાએ પીએમ મોદીને ઈન્સ્ટાગ્રામ પર બનાવ્યા સુપર સ્ટાર

વિરુષ્કા સાથેના ફોટાએ પીએમ મોદીને ઈન્સ્ટાગ્રામ પર બનાવ્યા સુપર સ્ટાર

ગયા વર્ષે ડિસેમ્બરમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના વેડિંગ રિસેપ્શનમાં પીએમ નરેન્દ્ર મોદી પણ શામેલ થયા હતા. રિસેપ્શન પાર્ટીના ફોટા પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા હતા. આ ફોટા કોઈ પણ વર્લ્ડ લીડર દ્વારા શેર કરવામાં આવેલ સૌથી વધુ પસંદ કરાયેલ ફોટો બન્યો. પીએમ મોદી અને વિરુષ્કાનો આ ફોટા પર 18 લાખથી વધુ લાઈક્સ (હર્ટ્ઝ) આવ્યા હતા.

કોઈ પણ વર્લ્ડ લીડરનો બીજો સૌથી વધુ પસંદ કરાયેલ ફોટો પણ મોદીનો

કોઈ પણ વર્લ્ડ લીડરનો બીજો સૌથી વધુ પસંદ કરાયેલ ફોટો પણ મોદીનો

મોદીની વિરુષ્કા સાથે પીએમ મોદીના ફોટો બાદ કોઈ પણ વર્લ્ડ લીડરની બીજી સૌથી વધુ પસંદ કરાયેલ ફોટો પણ પીએમ મોદીનો જ છે. દાવોસમાં બરફથી ઢંકાયેલ બસ સ્ટોપ સામે ઉભેલ પીએમ મોદીના આ ફોટાને 16 લાખથી વધુ લોકોએ લાઈક કરી. પીએમ મોદી વર્લ્ડ ઈકોનોમિક્સ ફોરમ 2018માં શામેલ થવા માટે દાવોસ ગયા હતા.

માત્ર 80 પોસ્ટ શેર કરનાર પીએમ મોદી, ફોલોઅર્સ ટ્રંપથી 50 લાખ વધુ

માત્ર 80 પોસ્ટ શેર કરનાર પીએમ મોદી, ફોલોઅર્સ ટ્રંપથી 50 લાખ વધુ

ઈન્સ્ટાગ્રામ પર પીએમ મોદીની લોકપ્રિયતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે, તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તુલનામાં 20 ગણો ઓછી પોસ્ટની છે. ડોનાલ્ડ ટ્રમ્પના અકાઉન્ટ પર અત્યાર સુધી લગભગ 1556 પોસ્ટ કરવામાં આવી ચૂકી છે. ટ્રમ્પના અકાઉન્ટનું ઈન્ટ્રેક્શન રેટ માત્ર 1.58ટકા છે અને તેમને કુલ ફોલોઅર્સ છે-10.9 મિલિયન. બીજી તરફ પીએમ મોદીએ અત્યાર સુધીમાં માત્ર 80 પોસ્ટ શેર કરી છે અને તેમના અકાઉન્ટ પર ઈન્ટ્રેક્શન રેટ છે- 7.11 ટકા. એનો અર્થ એ કે ટ્રમ્પથી લગભગ 5 ટકા વધુ. માત્ર 80 પોસ્ટ સાથે પીએમ મોદીના કુલ ફોલોઅર્સ દોઢ કરોડથી વધુ છે. આ આંકડો ટ્રમ્પના ફોલોઅર્સની તુલનામાં લગભગ 50 લાખ વધુ છે.

પુટિન અને શી જિનપિંગને છોડીને બધા વર્લ્ડ લીડર્સ ઈન્સ્ટાગ્રામ પર હાજર

પુટિન અને શી જિનપિંગને છોડીને બધા વર્લ્ડ લીડર્સ ઈન્સ્ટાગ્રામ પર હાજર

પબ્લિક રિલેશન્સ એન્ડ કમ્યુનિકેશન્સ ફર્મ Twiplomacyના અભ્યાસ મુજબ ટ્વિટર અને ફેસબુક બાદ ઈન્સ્ટાગ્રામ વૈશ્વિક નેતાઓ, સરકારો અને વિદેશ મંત્રીઓ વચ્ચે ઝડપથી લોકપ્રિય થઈ રહ્યુ છે. સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોમાં લગભગ 81 ટકા રાષ્ટ્રની સરકારો ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુટિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને છોડીને બધા જી-20 દેશોના લીડર્સના ઈન્સ્ટાગ્રામ પર પર્સનલ અકાઉન્ટ છે. આ ઉપરાંત બધા જી-7 દેશો - અમેરિકા, કેનેડા, જાપાન, ફ્રાંસ, ઈટલી અને યુકા પણ ઈન્સ્ટાગ્રામ પર પર્સનલ અકાઉન્ટ છે.

પોપથી લઈને બ્રિટિશ રોયલ ફેમિલી સુધી, ઝડપથી વધી રહી બધાની લોકપ્રિયતા

પોપથી લઈને બ્રિટિશ રોયલ ફેમિલી સુધી, ઝડપથી વધી રહી બધાની લોકપ્રિયતા

ઈન્સ્ટાગ્રામ પર પોપ ફ્રાંસિસનું પણ અકાઉન્ટ છે જેમના લગભગ 5.7 મિલિયન ફોલોઅર્સ છે. આ પ્રકારે બ્રિટિશ રોયલ ફેમિલીને પણ ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી લોકપ્રિયતા મળી રહી છે. ગયા 12 મહિનામાં બ્રિટિશ રોયલ ફેમિલીના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટના ફોલોઅર્સ ત્રણ ગણા વધી ગયા છે. પ્રિન્સ હેરી અને મેગન માર્કલના લગ્નના કારણે રોયલ ફેમિલીને ઈન્સ્ટા પર ઝડપથી ફોલોઅર્સ મળ્યા.

આ પણ વાંચોઃ મા-દીકરાને કોર્ટ સુધી લઈ ગયો, હવે જોઉ છુ કેવી રીતે બચીને નીકળે છેઃ મોદીઆ પણ વાંચોઃ મા-દીકરાને કોર્ટ સુધી લઈ ગયો, હવે જોઉ છુ કેવી રીતે બચીને નીકળે છેઃ મોદી

English summary
pm narendra modi is world’s favourite leader on Instagram, thanks to Davos shot & pix with Virushka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X