For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે 60 હજાર કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે પીએમ મોદી

આજે પીએમ મોદી લખનવમાં ગ્રાઉન્ડ બ્રેકીંગ સેરેમનીમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ લગભગ 60 હજાર કરોડના પરિયોજનાનો શિલાન્યાસ કરશે

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આજે પીએમ મોદી લખનવમાં ગ્રાઉન્ડ બ્રેકીંગ સેરેમનીમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ લગભગ 60 હજાર કરોડના પરિયોજનાનો શિલાન્યાસ કરશે. પીએમ મોદીના આગમન જોતા આખા શહેરમાં ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે આ કરોડોની યોજનામાં ટીસીએસ નોઈડામાં આઇટી/આઇટીઇએસ સેન્ટરનો સ્થાપના પણ શામિલ છે. જે લગભગ 2300 કરોડનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ ઘ્વારા લગભગ 30 હજાર લોકોને રોજગાર આપવાની વાત કરવામાં આવી છે.

modi sarkar

તેની સિવાય બિજનૌરમાં સિમેન્ટ પ્લાન્ટ, બેરેલીના પ્રોસેસિંગ યુનિટ અને ગોરખપુરના ઇન્ટીગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ અને હરદોઈમાં ઇન્ટીગ્રેટેડ પેન્ટ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. આપણે જણાવી દઈએ કે આ પહેલા શનિવારે પીએમ મોદીએ "ટ્રાન્સફોર્મિંગ અર્બન લેન્ડસ્કેપ" કાર્યક્રમ સંબોધિત કરતા તેમને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ચોકીદાર નહીં, પરંતુ ભાગીદાર આરોપનો જવાબ આપતા કહ્યું કે આ આરોપ તેમના માટે પુરસ્કાર છે. હું ગરીબીનો ભાગીદાર છું, મને ગર્વ છે કે હું ગરીબ માતાનો દીકરો છું.

પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમારું લક્ષ્ય છે કે વર્ષ 2022 દરમિયાન જયારે દેશની આઝાદીના 75 વર્ષ પુરા થાય ત્યારે દેશમાં એવો કોઈ પણ વ્યક્તિ નહીં હોય જેની પાસે પોતાનું ઘર નહીં હોય. આ કાર્યક્રમ પૂરો કરવા માટે સરકારે શહેરોમાં 54 લાખ આવશ એપ્રુવ કર્યા છે. એટલું જ નહીં પરંતુ ગામોમાં લગભગ 1 કરોડ જેટલા ઘરો અપાવ્યા છે.

English summary
PM Narendra Modi to launch projects worth Rs 60,000 crore at the ground-breaking ceremony in Lucknow today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X