For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ આપી નવી વ્યાખ્યા, FDI બોલે તો 'ફર્સ્ટ ડેવલોપ ઇન્ડિયા'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની મહત્વાકાંક્ષી ચળવળ મેક ઇન ઇન્ડિયાની શરૂઆત આજે દિલ્હીના વિજ્ઞાન ભવનથી કરી. ચળવળની શરૂઆત વેબસાઇટ makeinindia.com ની લોચિંગની સાથે થઇ. કાર્યક્રમની શરૂઆતમાં દેશ-દુનિયાના ઘણા ઉદ્યોગપતિએ આ ચળવળ પર પોતાના વિચાર રજૂ કર્યા.

આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાંથી ઉદ્યોગપતિઓના બીજા દેશોમાં જવા પર ચિંતા વ્યક્ત કરી, તેમણે કહ્યું કે દેશવાસીઓ પર વિશ્વાસ કરવો ખૂબ જરૂરી છે. તેમણે એફડીઆઇને ફર્સ્ટ ડેવલોપ ઇન્ડિયાની વ્યાખ્યા આપતાં કહ્યું કે આ દેશના દરેક નાગરિક જવાબદારી છે. તેમણે ઉદ્યોગપતિઓને ભારતને ફક્ત બજારના રૂપમાં જ ન જોવાની સલાહ આપતાં કહ્યું કે ઉદ્યોગ જગતને ભારતના લોકોની ખરીદ શક્તિને વધારવા પર ભાર મૂકવો જોઇએ. જ્યાં સુધી આમ નહી થાય ત્યાં સુધી મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્ર આગળ જઇ શકશે નહી.

વડાપ્રધાને ઉદ્યોગજગતને વિશ્વાસ અપાવતાં કહ્યું કે ભારત સરકાર ઉદ્યોગપતિના રોકાણને ડૂબવા દેશે નહી. તેના માટે સરકાર દરેક સંભવ પ્રયત્ન કરશે. તેમણે કહ્યું કે મેન્યૂફેક્ચરિંગ માટે લોકતંત્ર, ડેમૉગ્રેફી અને ઉત્પાદ ત્રણ મૂળભૂત જરૂરી તત્વ છે અને આ ત્રણેય તત્વો ભારતમાં ઉપલબ્ધ છે. એવામાં ભારત મેન્યૂફેક્ચરિંગ માટે એશિયામાં સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. તેમણે કહ્યું કે મેક ઇન ઇન્ડિયા ફક્ત એક નારો જ નહી પરંતુ પરંતુ આપણી જવાબદારી છે. આ યોજનાના માધ્યમથી દેશના ગરીબોના જીવનમાં એક નવો ફેરફાર આવશે.

રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા નેતૃત્વના આવ્યા પછી દેશના ઘણા સપના પુરા થશે, એવી હું આશા રાખું છું. તેનો ફાયદો કરોડો લોકોને થશે. તેમણે કહ્યું કે મેક ઇન ઇન્ડિયાની ચળવળની શરૂઆત તેનાથી સારી ન હોઇ શકે જ્યારે ભારતે માર્સ મિશનની સફળ શરૂઆત કરી છે. જે પ્રકારે ભારતે આટલા ઓછા ખર્ચામાં મંગળ મિશનને પૂરું કર્યું છે તે પ્રશંસાને પ્રાપ્ત છે. તેમણે કહ્યું કે ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી મેક ઇન ઇન્ડિયાને નવી ઉંચાઇએ પહોંચાડશે.

આ અવસર પર અજીજ પ્રેમજીએ કહ્યું કે મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રોત્સાહન આપતા રહેવું પડશે. સતત પ્રયત્નથી આ ક્ષેત્રને નવી ઉંચાઇઓ પર પહોંચાડી શકાય. તો બીજી તરફ જાણીતા ઉદ્યોગપતિ કુમાર બિરલાએ કહ્યું કે ભારતમાં આઇટી હબના નામે જાણીતું છે. તેમણે વિકાસ માટે મેન્યૂફેક્ચરિંગને એકદમ જરૂરી ગણાવ્યું છે. તેમણે કહ્યું કે મેન્યૂફેક્ચરિંગ માટે ભારતમાં બધા સ્રોતો ઉપલબ્ધ છે.

આઇસીસીઆઇની બેંકની સીઇઓ ચંદા કોચરે કહ્યું કે વડાપ્રધાન મંત્રી આ ચળવળના માધ્યમથી આગામી એક દાયકામાં દસ કરોડ ભારતીય યુવકોને રોજગાર મળશે. આ ચળવળના માધ્યમથી ભારત દુનિયામાં સૌથી મોટા મેન્યૂફેક્ચરિંગ હબના રૂપમાં વિકસશે.

English summary
Prime Minister's dream campaign make in india has been lauched. Here is what Modi said during launching ceremony.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X