For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bhagat Singh 114 Birth anniversary: પીએમ મોદીએ સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહને આપી શ્રદ્ધાંજલિ

ભારતના મહાન સ્વતંત્રતા સેનાની ભગત સિંહની આજે મંગળવાર(28 સપ્ટેમ્બર)ના રોજ 114મી જયંતિ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતના મહાન સ્વતંત્રતા સેનાની ભગત સિંહની આજે મંગળવાર(28 સપ્ટેમ્બર)ના રોજ 114મી જયંતિ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા સેનાની ભગત સિંહની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યુ, 'આઝાદીના મહાન સેનાની શહીદ ભગતસિંહને તેમની જન્મ જયંતિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. તે દરેક ભારતીયના દિલમાં રહે છે. તેમના સાહસી બલિદાને અગણિત લોકો વચ્ચે દેશભક્તિની ચિંગારી પ્રગટાવી. હું તેમનુ જયંતિ પર તેમને નમન કરુ છુ અને તેમના મહાન આદર્શોને યાદ કરુ છુ.'

bhagat

વળી, અમિત શાહે પણ ભગત સિંહની જયંતિ પર તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપી. અમિત શાહે ટ્વિટ કર્યુ, 'ભગત સિંહજીને પોતાના પ્રાણથી વધુ દેશની સ્વતંત્રતા અને સમ્માન વહાલુ હતુ. તે અલ્પાયુમાં જ પોતાના સાહસ તેમજ ક્રાંતિકારી વિચારોથી ભારતીય સ્વતંત્રતા આંદોલનના સર્વોચ્ચ પ્રતીક બન્યા એટલુ જ નહિ પરંતુ તેમના રાષ્ટ્રપ્રેમે આખા દેશને એક કર્યો. આવા મહાન દેશભક્તની જયંતિ પર તેમને ચરણ વંદન.'

આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી(ભાજપ), આમ આદમી પાર્ટી(આપ) અને કોંગ્રેસ પાર્ટીએ પણ મહાન સ્વતંત્રતા સેનાની ભગત સિંહની 114મી જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે. દિલ્લીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે(27 સપ્ટેમ્બર) દિલ્લી વિધાનસભામાં ભગતસિંહને પુષ્પાંજલિ અર્પિત કરી. સીએમ કેજરીવાલે કહ્યુ કે દિલ્લી સરકાર ભગત સિંહના મૂલ્યોને જાળવી રાખશે.

જાણો ભગતસિંહ વિશે

ભગત સિંહનો જન્મ 28 સપ્ટેમ્બરના રોજ 1907માં ફૈસલાબાદ જિલ્લાના બંગા ગામ(જેને પહેલા લાયલપુર કહેવામાં આવતુ) માં થયો હતો. જે અત્યારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છે. ભગતસિંહ એક ભારતીય સમાજવાદી ક્રાંતિકારી હતા જેમણે ભારતમાં અંગ્રેજો સામે વિરોધ કર્યો હતો અને માત્ર 23 વર્ષની ઉંમરે તેમને બ્રિટિશ શાસકો દ્વારા ફાંસી આપવામાં આવી. ભગતસિંહને 23 માર્ચ, 1931ના રોજ શિવરામ હરિ રાજગુરુ અને સુખદેવ થાપર સાથે લાહોર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. ભગત સિંહ ભારતીય સ્વતંત્રતા આંદોલનના લોકનાયક હતા. ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવ ત્રણે સ્વતંત્રતા સેનાનીઓએ મળીને બ્રિટિશ શાસકોની ઉંઘ ઉડાડી દીધી હતી.

ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને બ્રિટિશ પોલિસ અધિકારી જૉન સૉન્ડર્સની હત્યા માટે લાહોર ષડયંત્ર મામલે મોતની સજા સંભળાવી હતી. 23 માર્ચ, 1931ના રોજ પંજાબના લાહોર સેન્ટ્રલ ગૉલ જેલમાં ભગતસિંહને ફાંસી આપવામાં આવી હતી. ભગતસિંહે પોતાના સાહસ અને દેશભક્તિથી ભારત આવતી ઘણી પેઢીઓને પ્રેરિત કરશે. ભગત સિંહે આઝાદીની લડાઈ દરમિયાન ઘણા નારા પણ આપ્યા જે ઈતિહાસના પાનાંઓમાં નોંધાયેલા છે.

English summary
PM Narendra Modi pay tribute to Bhagat Singh on his 114 birth anniversary
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X