For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ કૂનો નેશનલ પાર્કમાં નામીબિયાથી આવેલા ચિત્તાઓને કર્યા આઝાદ, કરી વાઈલ્ડ ફોટોગ્રાફી

વડાપ્રધાન મોદીએ આજે તેમના જન્મદિવસે ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વડાપ્રધાન મોદીએ આજે તેમના જન્મદિવસે ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા છે. કુનો નેશનલ પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બૉક્સ ખોલીને ત્રણ ચિત્તાઓને ક્વૉરન્ટાઈન વાડામાં છોડ્યા હતા. અહીં વડાપ્રધાન માટે 10 ફૂટ ઊંચુ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યુ હતુ. આ પ્લેટફોર્મની નીચે પિંજરામાં ચિત્તાઓ હતા. પીએમે લિવર દ્વારા બક્સ ખોલ્યુ અને ચિત્તાઓને કૂનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા. તમને જણાવી દઈએ કે આ ચિત્તાઓને નામિબિયાથી ભારત લાવવામાં આવ્યા હતા.

pm modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 વાગ્યે દિલ્લીથી વિશેષ વિમાન દ્વારા ગ્વાલિયર પહોંચ્યા હતા. ભારતની 70 વર્ષની રાહ પૂરી થR. ચિત્તા શનિવારે સવારે નામિબિયાથી ભારત આવી પહોંચ્યા હતા. ચિત્તા 24 લોકોની ટીમ સાથે સ્પેશિયલ પ્લેને ગ્વાલિયર એરબેઝ પર ઉતરાણ કર્યુ હતુ. અહીં વિશેષ વિમાનમાંથી પાંજરામાંથી બહાર કાઢીને નિષ્ણાતો દ્વારા ચિત્તાઓનુ નિયમિત ચેકઅપ કરાયુ હતુ. આ પછી ચિત્તાઓને લઈને હેલિકોપ્ટર કુનો પહોંચ્યુ હતુ. ભારતમાં ચિત્તાઓને લુપ્ત જાહેર થયાના સાત દાયકા પછી દેશમાં આ પ્રજાતિને પુનઃસ્થાપિત કરવાના પ્રોજેક્ટના ભાગરૂપે ખાસ કાર્ગો એરક્રાફ્ટ દ્વારા ચિત્તા લાવવામાં આવ્યા છે.

નેશનલ પાર્કમાં ચિત્તાઓને છોડ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે 'ભૂતકાળ ઉજ્જવળ ભવિષ્યની તક આપે છે હું આપણા મિત્ર દેશ નામિબિયા અને ત્યાંની સરકારનો પણ આભાર માનુ છુ જેમના સહયોગથી ચિત્તાઓ દાયકાઓ પછી ભારતની ધરતી પર પાછા ફર્યા છે. દાયકાઓ પહેલા, જૈવવિવિધતાની વર્ષો જૂની કડી જે તૂટી ગઈ હતી તે લુપ્ત થઈ ગઈ હતી તેને આજે ફરીથી જોડવાની આપણને તક મળી છે. આજે ચિત્તા ભારતની ધરતી પર પાછા આવ્યા છે. અને હું એ પણ કહીશ કે આ ચિત્તાઓની સાથે ભારતની પ્રકૃતિપ્રેમી ચેતના પણ પુરી તાકાતથી જાગી છે.'

પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, 'કમનસીબે આપણે 1952માં ચિત્તાઓને દેશમાંથી લુપ્ત જાહેર કરી દીધા પરંતુ દાયકાઓ સુધી તેમના પુનર્વસન માટે કોઈ અર્થપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. આજે આઝાદીના અમૃતમાં હવે દેશ નવી ઉર્જા સાથે ચિત્તાઓનુ પુનર્વસન કરવામાં આવ્યુ છે. એ વાત સાચી છે કે જ્યારે પ્રકૃતિ અને પર્યાવરણનુ રક્ષણ થાય છે ત્યારે આપણુ ભવિષ્ય પણ સુરક્ષિત રહે છે. વિકાસ અને સમૃદ્ધિના માર્ગો પણ ખુલે છે. જ્યારે કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ ફરી દોડશે ત્યારે અહીંની ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ ફરીથી પુનઃસ્થાપિત થશે, જૈવવિવિધતા વધુ વધશે.

પીએમ મોદીએ ઉમેર્યુ કે, 'દેશવાસીઓએ ધીરજ બતાવવી પડશે. કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવેલા ચિત્તાને જોવા માટે થોડા મહિના રાહ જોવી પડશે. આજે આ ચિત્તાઓ મહેમાન બનીને આવ્યા છે, તેઓ આ વિસ્તારથી અજાણ છે. આ ચિત્તાઓ કુનો નેશનલ પાર્કને પોતાનુ ઘર બનાવી શકે તે માટે આપણે આ ચિત્તાઓને પણ થોડા મહિનાનો સમય આપવો પડશે. આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાને અનુસરીને ભારત આ ચિત્તાઓને વસાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યુ છે.'

English summary
PM Narendra Modi releases 8 wild cheetahs brought from Namibia in the Kuno National Park.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X