For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ

મંદિરના શિલાન્યાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર એક સ્મારક પોસ્ટ ટિકિટ જારી કરી.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે(5 ઓગસ્ટ) પૂજા અર્ચના બાદ રામ મંદિરની આધારશિલા મૂકી. રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન પૂરુ થવુ અને પીએમના આધારશિલા મૂક્યા બાદ વિધિવત રીતે રામ મંદિર નિર્માણનુ કાર્ય શરૂ થઈ ગયુ છે. મંદિરના શિલાન્યાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર એક સ્મારક પોસ્ટ ટિકિટ જારી કરી. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી મંદિરની આ પોસ્ટ ટિકિટ જારી કરવામાં આવી રહી છે જેનુ લોકાર્પણ પીએમ મોદીએ કર્યુ.

આખુ ભારત રામમય થઈ ગયુ

આખુ ભારત રામમય થઈ ગયુ

ભૂમિ પૂજન બાદ પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે તે ખુદને સૌભાગ્યશાળી સમજે છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે આટલા મોટા કાર્ય અને રામ મંદિરના શુભ ભૂમિ પૂજન માટે તેમને પસંદ કર્યા. કરોડો લોકોને એ વાતનો વિશ્વાસ જ નથી રહ્યો કે તે પોતાના જીવતે જીવ આ કાર્યને શરૂ થતા જોઈ રહ્યા છે. રામ જન્મભૂમિ આજે મુક્ત થઈ અને આજે આખુ ભારત રામમય થઈ ગયુ છે.

આજનો આ દિવસ તપ સંકલ્પનુ પ્રતીક

આજનો આ દિવસ તપ સંકલ્પનુ પ્રતીક

પીએમે કહ્યુ કે વર્ષો સુધી રામલલા ટેન્ટમાં રહેતા હતા પરંતુ હવે ભવ્ય મંદિર બનશે. ગુલામીના કાળખંડમાં આઝાદી માટે આંદોલન ચાલ્યુ છે. 15 ઓગસ્ટના દિવસે આ આંદોલનની અને શહીદોની ભાવનાઓનુ પ્રતીક છે. એ જ રીતે રામ મંદિર માટે સદીઓ સાથે પેઢીઓએ પ્રયાસ કર્યો છે. આજનો આ દિવસ એ તપ સંકલ્પનુ પ્રતીક છે.

પ્રધાનમંત્રીએ શુભ મૂહુર્તમાં રામ મંદિરની આધારશિલા મૂકી

પ્રધાનમંત્રીએ શુભ મૂહુર્તમાં રામ મંદિરની આધારશિલા મૂકી

રામ મંદિર ભૂમિ પૂજન માટે આજે સવારે પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા હતા. સાકેત મહાવિદ્યાલયમાં બનેલા હેલીપેડ પર તેમના હેલીકોપ્ટરને લેન્ડ કર્યુ. ત્યારબાદ લગભગ પોણા બાર વાગે પીએમ મોદીએ અયોધ્યામાં સૌથી પહેલા હનુમાનગઢી પહોંચીને પૂજા અર્ચના કરી. હનુમાનગઢીના દર્શન બાદ પીએમ મોદીએ રામલલાની પરિક્રમા કરી અને પારિજાતનો છોડ લગાવ્યો. રામલલાના દર્શન કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિર ભૂમિ પૂજનના અનુષ્ઠાનમાં ભાગ લીધો. ત્યારબાદ પ્રધાનમંત્રીએ શુભ મૂહુર્તમાં રામ મંદિરની આધારશિલા મૂકી.

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવીસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી

English summary
PM Narendra Modi releases a commemorative postage stamp on the Shree Ram Janmabhoomi Mandir ayodhya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X