For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીયોના હિતોની રક્ષા કરવી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતાઃ પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (29 ફેબ્રુઆરી) ઉત્તર પ્રદેશના જિલ્લા પ્રયાગરાજ પહોંચ્યા છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (29 ફેબ્રુઆરી) ઉત્તર પ્રદેશના જિલ્લા પ્રયાગરાજ પહોંચ્યા છે. ત્યાં તેમણે યોગી આદિત્યનાથ સરકાર દ્વારા આયોજિત સામાજિક અધિકારિતા શિબિરને સંબોધિત કરી. પીએમ મોદીએ કહ્યુ, 'તીર્થરાજ, પ્રયાગરાજમાં આવીને હંમેશા જ એક અલગ પવિત્રતા અને ઉર્જાનો અહેસાસ થાય છે.' પીએમે આગળ કહ્યુ કે, 'ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કુંભ દરમિયાન આ પવિત્ર ધરતી પર આવ્યો હતો. ત્યાં સંગમમાં સ્નાન કરવા અને તેની સાથે સાથે મને વધુ એક સૈભાગ્ય મળ્યુ હતુ.'

pm modi

સામાજિક અધિકારિતા શિબિરમાં પીએમ મોદી સાથે મંચ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા દિગ્ગજ નેતા હાજર રહ્યા. આ દરમિયાન કાર્યક્રમમાં પહોંચેલા 27 હજાર દિવ્યાંગોને પીએમ મોદીએ વ્હીલચેર વહેંચી. પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યુ, તમારા પ્રધાનસેવક તરીકે મને હજારો દિવ્યાંગ-જનો અને વૃદ્ધો, વરિષ્ઠ જનોની સેવા કરવાનો અત્યારે અવસર મળ્યો છે. થોડી વાર પહેલા અહીં લગભગ 27 હજાર સાથીઓને ઉપકરણ આપવામાં આવ્યા છે. કોઈને ટ્રાયસાઈકલ મળી છે, કોઈને સાંભળવાનુ મશીન મળ્યુ છે, વ્હીલચેર મળ્યુ છે.

દરેક વ્યક્તિનુ ભલુ થાય, દરેક વ્યક્તિને ન્યાય મળે

પીએમ મોદી આગળ કહે છે કે હું માનુ છુ કે આ ઉપકરણ તમારા બુલંદ હોંસલાઓને સહયોગી છે. તમારી અસલી શક્તિ તમારુ ધૈર્ય છે, તમારુ સામર્થ્ય છે, તમારુ માનસ છે. અમારે ત્યાં કહેવાય છે - સ્વસ્તિઃ પ્રજાભ્યઃ પરિપાલયંતાં. ન્યાયેન માર્ગેણ મહીં મહીશાઃ એટલે કે સરકારની ફરજ છે કે દરેક વ્યક્તિનુ ભલુ થાય, દરેક વ્યક્તિને ન્યાય મળે. આ વિચાર તો સબકા સાથ,, સબકા વિકાસ, સબકા વિશ્વાસના મંત્રનો પણ આધાર છે.

130 કરોડ ભારતીયો અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા

કાર્યક્રમમાં પીએમ મોદીએ ઈશારા ઈશારામાં યુપીની પૂર્વ સરકારોને પણ નિશાને લીધી. તેમણે કહ્યુ, જે કામ ગઈ સરકારોમાં નહોતુ થયુ તે અમારી સરકારે કરીને બતાવ્યુ છે. ગઈ સરકારના પાંચ વર્ષમાં જ્યાં દિવ્યાંગોને 380 કરોડ રૂપિયાથી પણ ઓછાના ઉપકરણ વહેંચવામાં આવ્યા. એટલે કે લગભગ અઢી ગણા. પીએમ કહે છે કે ભલે તે વરિષ્ઠ જન હોય, દિવ્યાંગજન હોય, આદિવાસી હોય, દલિત-પીડિત, શોષિત, વંચિત હોય, 130 કરોડ ભારતીયોના હિતોની રક્ષા કરવી, તેમની સેવા કરવી, અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આ પણ વાંચોઃ દિલ્લી હિંસામાં 630 લોકોની ધરપકડ, જાણો અત્યાર સુધી શું થયુ?આ પણ વાંચોઃ દિલ્લી હિંસામાં 630 લોકોની ધરપકડ, જાણો અત્યાર સુધી શું થયુ?

English summary
PM Narendra Modi speaking at Samajik Adhikarita Shivir in Prayagraj Uttar Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X