For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરિંદર સિંહે PM મોદીની ઉડાવી મજાક, બરાક ઓબામાની નકલ કરે છે મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર: એક તરફ નરેન્દ્ર મોદીની જાપાન યાત્રા તથા 100 દિવસના રિપોર્ટ કાર્ડ પર રાજકારણ ગરમ છે તો બીજી તરફ નવું નિવેદન સામે આવ્યું છે. લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની અદાઓમાં બરાક ઓબામાની નકલ કરે છે.

<strong>Hilights: મોદી સરકારના 100 Days, 100 Action!</strong>Hilights: મોદી સરકારના 100 Days, 100 Action!

એક નિવેદનમાં અમરિંદર સિંહે કહ્યું કે નરેન્દ્ર મોદી નકલચી હોવાનું સૌથી તાજું ઉદાહરણ છે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનના અવસર પર દેશભરના વિદ્યાર્થીઓને તેમનું પ્રસ્તાવિત સંબોધન ગણાવી રહ્યાં છે.

<strong>મોદી અને ઓબામાના પહેલાં 100 દિવસમાં છે 10 સમાનતા</strong>મોદી અને ઓબામાના પહેલાં 100 દિવસમાં છે 10 સમાનતા

તેમણે કહ્યું કે 'આ અજીબ છે કે શિક્ષક દિવસના અવસર પર નરેન્દ્ર મોદી શિક્ષકોને નહી, વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. આ પ્રકારની નિવેદનબાજી કરી તેમણે એક નવા રાજકીય વિવાદને જન્મ આપ્યો છે.

આ રહ્યાં મોદી સરકારના 5 મંત્રી જે છે બેસ્ટઆ રહ્યાં મોદી સરકારના 5 મંત્રી જે છે બેસ્ટ

અહીં જ અટક્યા નહી, કહ્યું ''બરાક ઓબામાએ 8 સપ્ટેબર, 2009ના રોજ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે ' તે બરાક ઓબામાની નકલ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. અમરિંદર સિંહ સલાહ હતી કે શિક્ષક દિવસના અવસર પર શિક્ષકોને સંબોધિત કરવા જોઇએ. જો કે તેના પક્ષ-વિપક્ષી દળોએ પ્રતિક્રિયા આપી નથી.

એનડીએના 100 દિવસના શાસનને કોંગ્રેસે ગણાવ્યો નિરાશાજનક

એનડીએના 100 દિવસના શાસનને કોંગ્રેસે ગણાવ્યો નિરાશાજનક

કોંગ્રેસે મંગળવારે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સપના સોદાગર ગણાવ્યા અને એનડીએના પ્રથમ 100 દિવસોના શાસનને નિવેદનબાજી અવ્વલ અને પ્રદર્શનના મુદ્દે નીચે બતાવતાં નકારી કાઢ્યાં અને કહ્યું કે સરકારની સો દિવસની કહાણી નિરાશાજનક સાબિત થઇ.

સપનાના સોદાગર

સપનાના સોદાગર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું કે નરેન્દ્ર મોદી જુઠ્ઠા સપના વેચ્યા જે સાકાર થઇ ન શકે. તેમણે બધા લોકો માટે દરેક વસ્તુનો વાયદો કર્યો. રાહુલ ગાંધી આવું કર્યું નથી. રાહુલ ગાંધીએ ખોટા આશ્વાસન આપ્યા નથી અને સપનાઓના સોદાગર બનવાની મનાઇ કરી દિધી.

કોંગ્રેસના કાર્યક્રમોને ''હાઇજેક'' કર્યા

કોંગ્રેસના કાર્યક્રમોને ''હાઇજેક'' કર્યા

ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારના 100 દિવસના પ્રદર્શનને લઇને સરકાર તથા વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઇ ગયો. નિતિન ગડકરી નવી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી, તો બીજી તરફ ગુલાબ નબી આઝાદે એનડીએ સરકાર પર યૂપીએ સરકારના કાર્યક્રમોને 'હાઇજેક' કરવાનો આરોપ લગાવ્યો.

વધતી જતી હિંસા ચિંતાનો વિષય

વધતી જતી હિંસા ચિંતાનો વિષય

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ કહ્યું કે 'પ્રથમ 100 દિવસોમાં સૌથી વધુ ચિંતાજનક પાસુ છે જેમાં સાંપ્રદાયિક તણાવ વધ્યો નથી પરંતુ વધારવામાં આવ્યો.' તેમણે કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી સરકારના સત્તામાં આવ્યા બાદ કલમ 370 અને સમાન નાગરિક સંહિતા સાથે જોડાયેલા નિવેદન સામે આવ્યા જેનો ઉદ્દેશ્ય સાંપ્રદાયિક શાંતિ ઓછી કરવાનો હતો.

કોંગ્રેસે કર્યું પ્રદર્શન

કોંગ્રેસે કર્યું પ્રદર્શન

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના સો દિવસ પુરા થઇ ગયા છે. કોંગ્રેસે સો દિવસના કાર્યકાળ પુરો થયા બાદ મોદી સરકારને અસફળ ગણાવી છે અને રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલય તિલક હોલથી નગર અધ્યક્ષ હરિ પ્રકાશ અગ્નિહોત્રીએ હજારો કાર્યકર્તાઓ સાથે રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યું.

85 રૂપિયાનું પણ કાળનાણું પાછું લાવ્યા નથી પીએમ

85 રૂપિયાનું પણ કાળનાણું પાછું લાવ્યા નથી પીએમ

કેન્દ્ર સરકારના 100 દિવસ પુરા થતાં કોંગ્રેસ સરકારે મોદી સરકારને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. કાળા નાણાનો મુદ્દો ઉઠાવતાં કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું કે ભાજપે કહ્યું હતું કે સત્તામાં આવીશું તો 85 લાખ કરોડ રૂપિયા 100 દિવસમાં પાછા લાવીશું, પરંતુ 100 દિવસ બાદ મોદી સરકાર 85 રૂપિયા પણ પાછા લાવી નથી.

English summary
PM Narendra Modi trying to copy Barack Obama Amarinder Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X