PM મોદી હવે બ્રિટનની મુલાકાતે જશે, ટ્રેડ ડીલ પર લગાવશે મ્હોર, માલદીવ્સમાં મુઇજ્જુ સાથે થશે બેઠક
PM Modi UK Maldives Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ચાર દિવસના વિદેશ પ્રવાસે જશે. તેઓ આવતા અઠવાડિયે બ્રિટન અને માલદીવ્સની મુલાકાત લેશે. આ દરમિયાન વેપાર સમજૂતી અને રાજનીતિક સહયોગ પર પણ ખાસ ધ્યાન અપાશે. યાત્રાનો પહેલો તબક્કો 23-24 જુલાઇએ બ્રિટનમાં થશે. જ્યારે ભારત બ્રિટન મુક્ત વેપાર સમજૂતી પર પીએમ મોદી હસ્તાક્ષર કરશે.

ભારત-બ્રિટન FTA: વેપાર અને સુરક્ષા સંબંધોને મળશે વેગ
આ કરાર ભારતથી બ્રિટનમાં થતી 99% નિકાસને અસર કરશે, કારણ કે તેનાથી ટેરિફમાં મોટો ઘટાડો થશે. ઉપરાંત બ્રિટનથી ભારતમાં વ્હિસ્કી અને કાર જેવા ઉત્પાદનોની નિકાસને પણ વેગ મળશે. જોકે 3 વર્ષની વાટાઘાટો પછી આ કરાર શક્ય બન્યો છે, જેનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે વધુ સારી બજાર પહોંચ અને અનુકૂળ વ્યવસાયિક વાતાવરણ બનાવવાનો છે.
ભારત-બ્રિટન વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર (FTA) થી બંને દેશોના વ્યાપારિક સંબંધો વધુ મજબૂત બનશે અને સુરક્ષા સહયોગને પણ નવી દિશા મળશે તેવી આશા છે. આ કરાર વેપાર અવરોધોને ઘટાડીને બંને રાષ્ટ્રોને વ્યાપક આર્થિક ભાગીદારી તરફ આગળ વધારવામાં મદદરૂપ થશે.
PM મોદી 25-26 જુલાઈએ માલદીવ્સની મુલાકાત લેશે
બ્રિટનની મુલાકાત બાદ PM મોદી 25-26 જુલાઈના રોજ માલદીવ્સની મુલાકાત લેશે. ત્યાં તેઓ માલદીવ્સના 60મા રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.'ઈન્ડિયા આઉટ' અભિયાનને કારણે બંને દેશોના સંબંધોમાં તાજેતરમાં આવેલી કડવાશ પછી PM મોદીની માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ સાથે આ પહેલી મુલાકાત હશે. જેથી આ યાત્રાને બંને દેશો વચ્ચે ફરીથી વિશ્વાસ પુનર્સ્થાપિત કરવા અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
