For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી આજે વેક્સીન સેન્ટરોની મુલાકાત માટે અમદાવાદ, પૂણે, હૈદરાબાદ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે(શનિવાર 28 નવેમ્બર) અલગ અલગ ત્રણ સેન્ટરોની મુલાકાત લેેશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના કાળમાં દરેક વ્યક્તિ કોવિડ-19ની વેક્સીનની રાહ જોઈ રહ્યા છે. દેશમાં વધતા કોરોના કેસ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે(શનિવાર 28 નવેમ્બર) અલગ અલગ ત્રણ સેન્ટરોની મુલાકાત લેેશે. પીએમ મોદી આજે કોરોના વેક્સીનના કામનુ નિરીક્ષણ કરવા હૈદરાબાદ, પૂણે અને અમદાવાદ જશે. આ દરમિયાન પીએમ મોદી વેક્સીન પર અપડેટ લેશે. પીએમ મોદીએ ખુદ આ અંગે માહિતી ટ્વિટ કરીને આપી છે. પૂણે, અમદાવાદ અને હૈદરાબાદની મુલાકાત દરમિયાન પીએમ મોદી ત્યાં વિકસિત કરવામાં આવી રહેલ કોવિડ-19 રસી સાથે જોડાયેલ કાર્યોની સમીક્ષા કરશે.

pm modi

પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી અધિકૃત માહિતી આપીને જણાવવામાં આવ્યુ કે પૂણે, અમદાવાદ અને હૈદરાબાદના વેક્સીન સેન્ટરોની મુલાકાત કરશે પીએમ મોદી અને ત્યાંના ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરશે. વેક્સીન સેન્ટરમાં પીએમ મોદી જાણવાની કોશિશ કરશે કે વેક્સીનમાં શું શું મુશ્કેલીઓ આવી રહી છે અને કયા કારણોથી કામ અટકેલુ છે. પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં ઝાયડસ કેડિલા પાર્ક, હૈદરાબાદમાં ભારત, બાયોટેક અને પૂણેમાં સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા જશે. આ ત્રણે સેન્ટરોમાાં વેક્સીન બનાવવાનુ કામ કરવામાં આવી રહ્યુ છે.

જાણો કાર્યક્રમનો સમય

ગુજરાતના ઉપમુખ્યમંત્રી નિતિન પટેલે સમાચાર એજન્સી પીટીઆઈના હવાલાથી કહ્યુ, પીએમ મોદી અમદાવાદ પાસે ફાર્મા પ્રમુખ ઝાયડસ કેડિલાના પ્લાન્ટની મુલાકાત લેશે. સૂત્રો મુજબ પીએમ મોદી આજે ગુજરાત સવારે લગભગ સાડા નવ વાગે પહોંચશે. પીએમ મોદી અમદાવાદથી 20 કિલોમીટર દૂર ચાંગોદર ઔદ્યોગિક ક્ષેત્રમાં સ્થિત પ્લાન્ટમાં પહોંચશે. અમદાવાદથી પીએમ મોદી પૂણે જશે અને સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા(એસઆઈઆઈ) જશે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ડ્રગ કંપની 'એસ્ટ્રાજેનેકા' અને 'ઑક્સફૉર્ડ યુનિવર્સિટી' સાથે વેક્સીન પર કામ કરી રહી છે. પૂણે પીએમ મોદી બપોરે સાડા 12 વાગે અને 1 વાગ્યા વચ્ચેે પહોંચશે. સીરમ ઈન્સ્ટીટ્યુટમાં કોવિડ-19નુ છેલ્લી ટ્રાયલ ચાલી રહી છે. પૂણે બાદ પીએમ મોદી હૈદરાબાદ જશે. હૈદરાબાદમાં ભારત બાયોટેક અને આઈસીએમઆર મળીને સ્વદેશી વેક્સીન પર કામ કરી રહ્યા છે. બાયોટેકની વેક્સીનની હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે.

ઑક્સફોર્ડ વેક્સીનના પરિણામ પર શંકા, કંપનીએ ખુદ માન્યું- મેન્યુફેક્ચરિંગમાં ભૂલ થઈઑક્સફોર્ડ વેક્સીનના પરિણામ પર શંકા, કંપનીએ ખુદ માન્યું- મેન્યુફેક્ચરિંગમાં ભૂલ થઈ

English summary
PM Narendra Modi visit Ahmedabad, Hyderabad, Pune to review vaccine development today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X