For Quick Alerts
For Daily Alerts

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આપી સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના આ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
નવી દિલ્લીઃ આજે દેશ તેની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આ દિવસે 1947માં દેશને ગુલામીની સાંકળોમાંથી આઝાદી મળી હતી. દેશની આઝાદીના આ પર્વની સમગ્ર દેશ ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના આ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને ટ્વીટ કરીને લખ્યુ કે દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ, જય હિંદ. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન આજે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ભારત સરકાર દરેક ઘરમાં ત્રિરંગો ઝુંબેશ ચલાવી રહી છે. જેમાં દેશવાસીઓ સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે.
Comments
English summary
PM Narendra Modi wishes nation on 15 August.