For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ: જયપાલ રેડ્ડીને કેમ હટાવવામાં આવ્યા?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

jaswant-singh
નવી દિલ્હી, 1 નવેમ્બર: વાઢેરા અને ગડકરી બાદ અરવિંદ કેજરીવાલે દેશના કોર્પોરેટ જગતના હિરો મુકેશ અંબાણી પર નિશાન સાધ્યું છે અને વડાપ્રધાન મનમોહન સિંહને અંબાણીના હાથની કટપુતળી કહી છે જે મુદ્દે ભાજપે પણ કેટલાક પ્રશ્નો ઉભા કર્યા છે.

જ્યારે અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ યોજી તે દરમિયાન ભાજપ વરિષ્ઠ કદાવર નેતા જસવંત સિંહે એક નિવેદન જાહેર કરતાં તે પ્રશ્નો પૂછ્યા જે અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ દરમિયાન પૂછ્યાં હતા.

ભાજપ પ્રવક્તા જસવંત સિંહે કોંગ્રેસને પૂછ્યું છે કે જયપાલ રેડ્ડીને પેટ્રોલિયમ મંત્રાલયમાંથી કેમ હટાવવામાં આવ્યા ? તેમની શુ ભૂલ હતી, આ અંગે વડાપ્રધાન મનમોહન સિંહ સ્પષ્ટતા કરે.

ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમે મુકેશ અંબાણી પર નિશાન સાધ્યું છે કે પોતાના મોંધા ગેસને બચાવવા માટે લોકોને બ્લેકમેઇલ કરી રહ્યાં છે. તેના કારણે ઇમાનદાર નેતા જયપાલ રેડ્ડીને પેટ્રોલિયમ મંત્રીના પદેથી હટાવવામાં આવ્યાં છે. વડાપ્રધાન મનમોહન સિંહ મુકેશ અંબાણીના હાથોની કટપુતળી બની ગયાં છે.

English summary
PM Manmohan Singh clarify Reliance issue said Bjp Leader Jaswant Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X