For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PMK નેતા અંબુમણી રામદાસની ધરપકડ, કહ્યું આ રાજકીય કાવતરું છે

|
Google Oneindia Gujarati News

ambumani ramdas
તમિલનાડુ, 3 મે: ફોર્મર યુનિયન મિનિસ્ટર ડો. અમંબુમણી રામદાસની શુક્રવારે કંચીપુરમ પોલીસે ધરપકડ કરી હતી. રામદાસે પત્રકારોને જણાવ્યું કે તેમની ધરપકડ રાજનૈતિક ભાવનાથી પ્રેરિત છે. તેમણે જણાવ્યું કે ઓલ ઇન્ડિયા અન્નાદ્રમુક મુનેત્ર કડગમ (એઆઇએડીએમકે)ને 2014ના સંસદીય ચૂંટણીમાં એક પણ બેઠક નહીં મળે.

મળી રહેલા સમાચાર અનુસાર એક સાર્વજનિક સભામાં આપવામાં આવેલ ભાષણના મામલામાં રામદાસની ધરપકડ કરવામાં આવી છે. અંબુમણી રામદાસના પિતા અને પીએમકેના સંસ્થાપક એસ. રામદાસને વિલ્લૂપુરમમાં પોલીસના આદેશની અનદેખી કરવા અને વિરોધ પ્રદર્શન કરવા માટે મંગળવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

અંબુમણી રામદાસે પાર્ટી કાર્યકર્તાઓને ધરપકડની સામે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની અપીલ કરી હતી. ધરપકડની સામે પીએમકે દ્વારા બોલાવવામાં આવેલી સામાન્ય હડતાળ પર પોંડીચેરીમાં દૂકાનો અને કારખાના બંધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અંબુમણી રામદાસની કંચીપુરમ પોલીસે ધરપકડ કરી છે, અને તેમની પર આઇપીસીની કલમ 143, 147 અને 188 લગાવીને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

English summary
Former union minister Dr. Anbumani Ramadoss was arrested on Friday by Kancheepuram police in connection with a case filed against him in 2012.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X