For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજય માલ્યાની સંપત્તિ વેચાશે, પીએમએલએ કોર્ટે મંજૂરી આપી

વિજય માલ્યાની સંપત્તિ વેચાશે, પીએમએલએ કોર્ટે મંજૂરી આપી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પ્રીવેન્શન ઑફ મની લૉન્ડ્રિંગ એક્ટની મુંબઈ અદાલતે હજારો કરોડોની લોન લઈ ફરાર થનાર બિઝનેસમેન વિજય માલ્યાની જપ્ત સંપત્તિ વેચવાની મંજૂરી આપી દીધી છે. કોર્ટ તરફથી એસબીઆઈ અને અન્ય બેંકોને આ મંજૂરી મળી છે કે તેઓ માલ્યાની જપ્ત સંપત્તિની હરાજી કરે અને બાકી રહેતા વ્યાજની ભરપાઈ કરે. ઈડીએ સંપત્તિ હરાજી મામલે વાંધો ના ઉઠાવતા અદાલતે આ મંજૂરી આપી દીધી છે.

vijay mallya

વિજય માલ્યાની જપ્ત સંપત્તિની હરાજીને મંજૂરી આપતા તેના વકીલોએ વાંધો ઉઠાવ્યો. માલ્યાના વકીલ તરફથી કહેવામાં આવ્યું કે આ માત્ર ડેટ રિકવરી ટ્રાઈબ્યૂનલ જ નક્કી કરી શકે છે. જે દલિલ કોર્ટે ફગાવી દીધી છે. જો કે વિશેષ પીએમએલએ અદાલતે આ નિર્ણય પર 18 જાન્યુઆરી સુધી રોક લગાવી છે, જેથી માલ્યા આ આદેશ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી શકે.

વિજય માલ્યા પર છેતરપિંડી અને મની લોન્ડ્રિંગના મામલા ચાલી રહ્યા છે. વિજય માલ્યા 9000 કરોડ રૂપિયાની લોન લઈ ભારતથી ફરાર થઈ ગયા છે અને હવે બ્રિટેનમાં રહી રહ્યા છે. વિજય માલ્યા માર્ચ 2016માં લંડન ચાલ્યો ગયો હતો.

દારૂનો વેપારી વિદેશ માલ્યા પર બ્રિટેનમાં પણ કેસ ચાલી રહ્યો છે. ડિસેમ્બર 2019માં લંડન કોર્ટે માલ્યાને લઈ પોતાનો ફેસલો સુરક્ષિત રાખી લીધો હતો. લંડન કોર્ટ જાન્યુઆરી 2020માં વિજય માલ્યા પર ફેસલો સંભળાવી શકે છે.

જમ્મુ કાશ્મીરઃ વર્ષના પહેલા દિવસે નૌશેરામાં એનકાઉન્ટર, સેનાના 2 જવાન શહીદજમ્મુ કાશ્મીરઃ વર્ષના પહેલા દિવસે નૌશેરામાં એનકાઉન્ટર, સેનાના 2 જવાન શહીદ

English summary
PMLA court allows liquidation of vijay mallya's assets
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X