'જમાઇ' પર આવી મુશ્કેલી તો બચાવમાં આવી સરકાર, ના સોંપ્યા દસ્તાવેજ

robert vadra
નવી દિલ્હી, 13 જૂન : યૂપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા પર મુશ્કેલીઓ વધતી જઇ રહી છે. જમીન સાથે જોડાયેલા સોદાને લઇને દસ્તાવેજોની માંગ કરી છે. પરંતુ જમાઇ પર વધતી મુશ્કેલીઓને જોતા આખી યુપીએ સરકાર તેમના બચાવમાં આગળ આવી ગઇ છે. પ્રધાનમંત્રી કાર્યાલયે તો જમાઇ રોબર્ટ વાઢેરાના જમીન સોદા સાથે જોડાયેલ કોઇપણ પ્રકારના દસ્તાવેજોને કોર્ટને સોંપવાની મનાઇ કરી દીધી છે.

પીએમઓએ ગુત્પ માહિતીનો હવાલો આપતા કહ્યું કે વાઢેરાની જમીન ખરીદ સાથે જોડાયેલ વિવાદાસ્પદ સોદામાં તે દસ્તાવેજ કોર્ટમાં રજૂ કરી શકે નહીં કારણ કે તે ગુપ્ત છે. ઉલ્લેખનીય છે કે ઇલાહાબાદ હાઇકોર્ટની લખનઉ ખંડપીઠમાં આ સોદાની તપાસ માટે દાખલ અરજીની નોટિસ પર પોતાના સોગંધનામામાં પીએમઓએ આ વાત કહી.

લખનઉ સ્થિત આરટીઆઇ કાર્યકર્તા નૂતન ઠાકૂરે ગયા વર્ષે અરવિંદ કેજરીવાલ દ્વારા વાઢેરા પર લગાવેલ આરોપોની તપાસ માટે અરજી દાખલ કરી હતી. આ અરજીમાં તેમણે સોનિયા ગાંધીના જમાઇ વાઢેરા દ્વારા જમીન સોદામાં અનિયમિતતા હોવાની વાત કરી છે. કોર્ટે આ અંગે જવાબ માંગ્યો છે.

જેની પર દલીલ આપતા સોલિસીટર જનરલે કહ્યું કે અરજી માત્ર સમાચારોમાં છપાયેલ સમાચારો પર આધારિત છે, જેમાં કોઇ વાસ્તવિકતા નથી, માટે તેને ફગાવી દેવામાં આવે. કેન્દ્ર સરકારે વાઢેરા અને ડીએલએફની વચ્ચે થયેલા જમીન સોદા પર લાગેલા આરોપોને ખોટા અને આધાર વિહોણા ગણાવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X