For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીરવ મોદીએ PNB અધિકારીઓને લાંચમાં સોના અને હીરાના દાગીના આપ્યા

દેશના સૌથી મોટા પંજાબ નેશનલ બેંક બેન્કિંગ ઘોટાળામાં આરોપી નીરવ મોદીએ પીએનબી અધિકારીઓને પોતાની તરફ લાવવા માટે સોના અને હીરાના દાગીના રિશ્વત રૂપે આપ્યા હતા.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દેશના સૌથી મોટા પંજાબ નેશનલ બેંક બેન્કિંગ ઘોટાળામાં આરોપી નીરવ મોદીએ પીએનબી અધિકારીઓને પોતાની તરફ લાવવા માટે સોના અને હીરાના દાગીના રિશ્વત રૂપે આપ્યા હતા. શનિવારે આ જાણકારી જાંચ કરી રહેલી સીબીઆઈ ટીમ ઘ્વારા મુંબઈ કોર્ટમાં આપવામાં આવી. સીબીઆઈ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અધિકારીઓને આ રિશ્વત ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આપવામાં આવી હતી.

લાંચ લઈને જાહેર કર્યા ખોટા એલઓયુ

લાંચ લઈને જાહેર કર્યા ખોટા એલઓયુ

સીબીઆઈ ઘ્વારા આખા મામલે અત્યાર સુધી 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પીએનબી બ્રાન્ચના ફોરેક્સ મેનેજર યશવન્ત જોશીનું નામ પણ શામિલ છે. નીરવ મોદીએ યશવન્ત જોશીને લાંચ રૂપે સોનાના સિક્કા અને બીજા દાગીના પણ આપ્યા હતા. સીબીઆઈ તપાસ દરમિયાન યશવન્ત જોશીના ઘરમાંથી તે મળી આવ્યા.

આ ઓફિસરે પણ રિશ્વત લીધી

આ ઓફિસરે પણ રિશ્વત લીધી

સીબીઆઈ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ રિશ્વતને બદલે યશવન્ત જોશીએ નીરવ મોદીને ખોટા એલઓયુ આપી દીધા. સીબીઆઈ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીએનબી ના વધુ એક બીજા સ્કેલ-1 ઓફિસર પ્રફુલ સાવંતે પણ નીરવ મોદી પાસેથી દાગીના રિશ્વત રૂપે લઈને જાણીજોઈને SWIFT મેસેજ પર ધ્યાન આપ્યું નહીં. સીબીઆઈ એ પ્રફુલ સાવંત સાથે બેંકના બીજા બે આંતરિક ઓડિટર ની ધરપકડ કરી છે.

આખો ઘોટાળો

આખો ઘોટાળો

આપણે જણાવી દઈએ કે નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક સાથે 11,500 કરોડ રૂપિયાનો ઘોટાળો કરવાનો આરોપ છે. પીએનબી ઘોટાળા પછી બેંકે ઘોટાળાની રકમ વધારીને 11,500 કરોડ રૂપિયાને બદલે 12,717 કરોડ રૂપિયા જણાવી હતી. આ આખા મામલામાં ઈડી નીરવ મોદી અને મેહુલ ચોક્સીની અચલ સંપત્તિઓ જપ્ત કરી રહી છે.

English summary
PNB Fraud case nirav modi bribes pnb official issue lou reveals cbi in mumbai court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X