For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PNB Scam: 3 દિવસમાં 18,000 કર્મચારીઓનું થયું ટ્રાન્સફર

પંજાબ નેશનલ બેંકમાં થયેલા 11500 કરોડ રૂપિયાના ઘોટાળાની ગાજ તેમાં કામ કરી રહેલા 18,000 કર્મચારીઓ પર પડી છે. બેંકના ઉપરના પ્રશાશને 3 દિવસની અંદર 18,000 કર્મચારીઓનું ટ્રાન્સફર કરી નાખ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પંજાબ નેશનલ બેંકમાં થયેલા 11500 કરોડ રૂપિયાના ઘોટાળાની ગાજ તેમાં કામ કરી રહેલા 18,000 કર્મચારીઓ પર પડી છે. બેંકના ઉપરના પ્રશાશને 3 દિવસની અંદર 18,000 કર્મચારીઓનું ટ્રાન્સફર કરી નાખ્યું છે. આ કાર્યવાહી સેન્ટ્રલ વિજિલેસ કમિશન (સીવીસી) ઘ્વારા કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આ નિર્ણયનો સૌથી વધુ અસર બ્રાન્ચમાં છેલ્લા ત્રણ અને પાંચ વર્ષથી જામેલા અધિકારીઓ પર થશે. આપણે જણાવી દઈએ કે બેન્કિંગ ઘોટાળામાં સીબીઆઈ મુંબઈ પીએનબી બ્રાન્ચ સાથે જોડાયેલા 13 અધિકારીઓની ધરપકડ કરી ચુકી છે.

ત્રણ વર્ષ પુરા કરી ચૂકેલા અધિકારીઓનું ટ્રાન્સફર

ત્રણ વર્ષ પુરા કરી ચૂકેલા અધિકારીઓનું ટ્રાન્સફર

પીએનબી ઘોટાળા પછી બેન્ક ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ 31, ડિસેમ્બર 2017 દરમિયાન બ્રાન્ચમાં ત્રણ વર્ષ પુરા કરી ચૂકેલા અધિકારીઓનું ટ્રાન્સફર કરશે. બેંક ઘ્વારા એવા અધિકારીઓની લિસ્ટ મંગાવી છે જેઓ ત્રણ વર્ષ કરતા વધારે એક જ બ્રાંચમાં કામ કરી રહ્યા છે.

યુનિયને સરકારના નિર્ણયને બદલવાની માંગ કરી

યુનિયને સરકારના નિર્ણયને બદલવાની માંગ કરી

નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેંક વર્કર ઘ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. યુનિયન ઉપાઘ્યકક્ષ અશ્વિની રાણા ઘ્વારા તેને તુકલગી ફરમાન જણાવ્યું છે. તેમને જણાવ્યું કે બેંકો માટે આ મુશ્કિલ સમય છે કારણકે માર્ચ મહિનામાં બેંકોની ક્લોઝિંગ હોય છે.

બેંકોમાં એપિલ થી જુલાઈ વચ્ચે પ્રોમોશન અને ટ્રાન્સફર

બેંકોમાં એપિલ થી જુલાઈ વચ્ચે પ્રોમોશન અને ટ્રાન્સફર

સામાન્ય રીતે બધી બેંકોમાં એપિલ થી જુલાઈ વચ્ચે પ્રોમોશન અને ટ્રાન્સફર થાય છે. યુનિયને સરકારના નિર્ણયને લંબાવવા માટે માંગ કરી છે. ખાનગી બેંકોમાં તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આઈસીઆઈસીઆઈ, એક્સિસ અને એચડીએફસી જેવી બેંકોમાં ટ્રાન્સફર શરૂ થઇ ચુક્યા છે.

જનરલ મેનેજર રાજેશ જિંદલની મંગળવારે ધરપકડ

જનરલ મેનેજર રાજેશ જિંદલની મંગળવારે ધરપકડ

સીબીઆઈ ઘ્વારા પીએનબી દિલ્હી બ્રાંચથી જનરલ મેનેજર પદ પર રહેલા રાજેશ જિંદલ ની ધરપકડ કરવામાં આવી છે. જેઓ ઘોટાળો શરૂ થતા સમયે મુંબઈ બ્રાંચમાં મેનેજર હતા. તેઓ વર્ષ 2009 થી 2011 સુધી ત્યાં બ્રાંચ મેનેજર રહ્યા. હમણાં સુધી બેન્ક સાથે જોડાયેલા 11 લોકોની ધરપકડ થઇ ચુકી છે જેમાં ગીતાંજલિ સમૂહના વિપુલ અંબાણી પણ શામિલ છે.

English summary
Punjab National Bank has transferred 18,000 employees in the bank after CVC’s orders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X