For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PNB કૌભાંડના આરોપી નીરવ મોદીના પ્રત્યાર્પણ મામલે આજે બ્રિટનની કોર્ટ સંભળાવી શકે છે ચુકાદો

PNB કૌભાંડના આરોપી નીરવ મોદીને ભારત પ્રત્યાર્પિત કરવા અંગે આજે બ્રિટનની એક અદાલતમાં સુનાવણી થશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ PNB કૌભાંડના આરોપી અને ભાગેડુ સાબિત થયેલ નીરવ મોદીને ભારત પ્રત્યાર્પિત કરવા અંગે આજે બ્રિટનની એક અદાલતમાં સુનાવણી થશે. માનવામાં આવી રહ્યુ છે કે અદાલત આજે નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે અંતિમ ચુકાદો સંભળાવી શક છે. તમને જણાવી દઈએ કે નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક સાથે 2 મિલિયન ડૉલરની છેતરપિંડી અને મની લૉન્ડ્રીંગનો આરોપ છે.

nirav modi

ઉલ્લેખનીય છે કે નીરવ મોદીને પ્રત્યાર્પણ વૉરન્ટ પર 19 માર્ચ 2019ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને પ્રત્યાર્પણ મામલે થયેલી સુનાવણીઓ દરમિયાન તે વૉન્ડવર્થ જેલમાંથી વીડિયો લીંક દ્વારા શામેલ થયો હતો. જામીન માટે તેણે કરેલી અરજીઓ મેજિસ્ટ્રેટ અને ઉચ્ચ ન્યાયાલયમાં ફગાવી દેવાઈ છે કારણકે તેના ફરાર થવાનુ જોખમ છે. નીરવ ભારતમાં સીબીઆઈ અને ઈડી દ્વારા નોંધાયેલ કેસો હેઠળ ગુનાહિત કાર્યવાહીનો સામનો કરવો પડશે તેમાં એકમાં સીબીઆઈનો કેસ પીએનબીમાં ગેરકાયદે પત્ર(LoU) કે ઋણ સમજૂતી દ્વારા મોટાપાયે છેતરપિંડી સાથે સંબંધિત છે.

બીજી કાર્યવાહી ઈડીની છે. આ કેસ લૉન્ડ્રીંગ અને છેતરપિંડીનો છે. તેના પર પુરાવા સાથે છેડછાડ અને સાક્ષીઓને ધમકાવવાના બે વધુ આરોપ પણ લાગ્યા છે કે જે સીબીઆઈ સાથે જોડવામાં આવ્યા છે. મુંબઈની આર્થર રોડ જેલમાં નીરવ મોદીના લાવવાનો છે ત્યાં જેલના બેરેક 12ની સ્થિતિ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યુ છે. ભારત સરકારે તે સેલનો એક અપડેટેડ વીડિયો રેકૉર્ડિંગ રજૂ કર્યુ છે જેથી આ જાણી શકાય કે એ સ્થળ પર પ્રાકૃતિક પ્રકાશ છે અને હવાની અવરજવરવાળુ છે અને તે બધી માનવાધિકાર જરૂરિયાતોને પૂરી કરે છે.

English summary
PNB Scam: Britain court may hear verdict in extradition case of PNB scam accused Nirav Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X