For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંજૂરી વિના જબરદસ્તી કેમ્પસમાં ઘૂસી પોલીસ, સ્ટાફ અને વિદ્યાર્થીઓને માર્યા

મંજૂરી વિના જબરદસ્તી કેમ્પસમાં ઘૂસી પોલીસ, સ્ટાફ અને વિદ્યાર્થીઓને માર્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ સતત પ્રદર્શન ઉગ્ર અને હિંસક થતું જોઈ રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં જામિયા મિલિયા યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓનું આ એક્ટની વિરુદ્ધનું પ્રદર્શન ભારે હિંસક થઈ ગયું છે. આ પ્રદર્શનમાં એક પોલીસ જવાન ઘાયલ થઈ ગયા છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે વિદ્યાર્થીઓના ઉગ્ર પ્રદર્શન બાદ દિલ્હી પોલીસ જામિયા મિલિયા યૂનિવર્સિટીના કેમ્પસમાં પહોંચી ગઈ છે અને તેમણે યૂનિવર્સિટીના ગેટ બંધ કરી દીધા છે. યૂનિવર્સિટીમાં પોલીસ પહોંચ્યા બાદ યૂનિવર્સિટીના ચીફ પ્રોક્ટરે પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે.

citizenship amendment act

યૂનિવર્સિટીના ચીફ પ્રૉક્ટર વસીમ અહમદ ખાને કહ્યું કે પોલીસ કેમ્પસની અંદર જબરદસ્તી ઘૂસી છે અને તેને કેમ્પસમાં ઘૂસવાની મંજૂરી આપવામાં આવી નહોતી. અમારા સ્ટાફ અને વિદ્યાર્થીઓને કેમ્પસની અંદર પીટવામાં આવ્યા છે અને તેમને જબરદસ્તી બહાર કરવામાં આવ્યા છે. જ્યારે જામિયા યુનિવર્સિટીનું કહેવું છે કે જે હિંસા થઈ તેમાં જામિયાના વિદ્યાર્થીઓ સામેલ નથી, આ હિંસા ત્યાંના આસપાસના લોકોએ કરી છે, આ વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન નથી થઈ. જામિયાના શિક્ષક સંઘે તમામ વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તેઓ સ્થાનિક નેતાઓના દિશાહીન પ્રદર્શનમાં ભાગ ના લે.

જણાવી દઈએ કે દિલ્હીમાં પ્રદર્શનકારી સતત ઉગ્ર થતા જઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓએ દિલ્હી પરિવહન નિગમની બસોને આગને હવાલી કરી દીધી છે, એટલું જ નહિ ભરત નગર વિસ્તારમાં આંદોલનકારીઓના વિરોધ પ્રદર્શનને પગલે દિલ્હી પોલીસ અલર્ટ પર છે અને સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવામાં આવી છે. જામિયા મિલિયા ઈસ્લામિયા વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ સહિત આંદોલનકારીઓએ કાલિંદી કુંજ રોડ પર નાગરિકતા સંશોધન બિલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. જંતર-મંતર પર પણ પૂર્વોત્તર રાજ્યોના વિદ્યાર્થીઓએ પણ બિલની વિરુદ્ધ ભારે પ્રદર્શન કર્યું.

CAB: દિલ્હીમાં પ્રદર્શનકારીઓએ DTCની બસ સળગાવી, બે ફાયરમેન ઘાયલCAB: દિલ્હીમાં પ્રદર્શનકારીઓએ DTCની બસ સળગાવી, બે ફાયરમેન ઘાયલ

English summary
police entered in campus by fore beaten up students says Jamia Millia Chief proctor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X