અતિક અહમદની પત્ની શાઇસ્તા પરવીન વિરુદ્ધ પ્રયાગરાજ પોલીસે બહાર પાડી લુકઆઉટ નોટીસ
માફિયા અતીક અહમદની પત્ની શાઇસ્તા પરવીન વિરુદ્ધ પ્રયાગરાજ પોલીસે લુકઆઉટ નોટીસ બહાર પાડી છે. આ સિવાય શુટર સાબિર અને ગુડુ મુસ્લિમ વિરુદ્ધ લુકઆઉટ નોટીસ બહાર પાડવામાં આવી છે.

પોલીસે અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન સિવાય શુટર ગુડુ મુસ્લિમ, સાબિર વિરુદ્ધ પણ ઉમેશ પાલ હત્યાકાંડ મામલે લુક આઉટ નોટિસ બહાર પાડી છે. પોલીસને શક છે કે, ત્રણેય વિદેશ ભાગી ગયા છે.
જો કે, આ વાતની જાણકારી નથી કે સાબિર અે ગુડ્ડુ મુસ્લિમનોપાસપોર્ટ ક્યારે બન્યો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે, ઉમેશ પાલ હત્યાકાંડમાં શાઇસ્તા પરવીન નાણજદ આરોપી છે. પરંતુ છેલ્લા ઘમા દિવસોથી ફરાર છે. ઉલ્લેખનીય વાત એ છે કે, શાઇસ્તાના દિકરો અસદની 13 એપ્રિલના રોજ એનકાઉન્ટરમાં મોત થઇ ચૂકી છે.
અસદ એન્કાઉન્ટર બાદ 15 એપ્રિલે અતીક અહેમદ અને તેના ભાઇ અશરફ અહેમદની પણ પોલીસ કસ્ટડીમાં જ મૌત થઇ ગઇ હતી. આ ઘટના બાદ શાઇસ્તા ફરાર છે. અને પોલીસ તેની તલાસ કરી રહી છે.
પોલીસને એ વાતની પણ માહિતી મળી હતી કે, અતીકના જનાજામાં શાઇસ્તા પરવીન પહોચી શકે છે. ત્યાર બાદ પોલીસની ટીમ અલર્ટ થઇ ગઇ હતી. રિપોર્ટની માનીએ તો શાઇસ્તા શુટર સાબિર સાથે 16 એપ્રિલે અતિન જફરના ઘરે પહોચી હતી. પરંતુ પલોીસની કડકાઇને જોતા તે જનાજામાં નહોતી આવી.












Click it and Unblock the Notifications
