For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈઝરાયેલ દૂતાવાસ પાસે ઉડી રહ્યુ હતુ ડ્રોન, પોલિસે કર્યુ જપ્ત

દિલ્લીમાં હાઈ સિક્યોરિટી ધરાવતા વિસ્તારમાં સ્થિત ઈઝરાયલી દૂતાવાસના અધિકારીના ઘર પાસે ડ્રોન ઉડવાથી હોબાળો મચી ગયો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીમાં હાઈ સિક્યોરિટી ધરાવતા વિસ્તારમાં સ્થિત ઈઝરાયલી દૂતાવાસના અધિકારીના ઘર પાસે ડ્રોન ઉડવાથી હોબાળો મચી ગયો. સૂચના મળતા જ દિલ્લી પોલિસે ખૂબ જ ઝડપથી ડ્રોન જપ્ત કરી લીધુ. આ ઘટના શનિવારની છે. શનિવારે દિલ્લી પોલિસને વસંત વિહાર સ્થિત ઈઝરાયેલી દૂતાવાસના એક અધિકારીના ઘર પાસે એક ડ્રોન ઉડવાની માહિતી મળી. વસંત વિહારના આ વિસ્તારમાં ઘણા દૂતાવાસોના અધિકારીઓના આવાસ છે જેનાથી આ વિસ્તાર ખૂબ જ હાઈ સિક્યોરિટી ઝોન હેઠળ આવે છે.

Israel embassy

હાઈ સિક્યોરિટી ઝોનમાં ડ્રોનના સમાચારથી પોલિસમાં હોબાળો મચી ગયો. સૂચના મળવા પર પોલિસ તરત જ ઘટના સ્થળે પહોંચી તો જોયુ કે તે ડ્રોન વૃક્ષ પર અટકેલુ હતુ. પોલિસે ડ્રોનને જપ્ત કરી લીધુ. માહિતી મુજબ ડ્રોનને એક સગીર બાળક ઉડાવી રહ્યો હતો. ડ્રોન ઉડાવનાર એક બીજી દૂતાવાસના અધિકારીનો દીકરો જણાવવામાં આવી રહ્યા છે.

રાજનાયિક સાથે જોડાયેલો કેસ હોવાના કારણે પોલિસે કોઈ કેસ નોંધ્યો નથી અને સૂચના આપીને ડ્રોન પાછુ આપી દીધુ. પોલિસે કહ્યુ છે કે જો કોઈ સ્થાનિક આ ઘટનામાં શામેલ હોવાની માહિતી મળે તો કેસ નોંધવામાં આવશે. હાલમાં કોઈ જાનમાલનુ નુકશાન થયુ નથી અને દૂતાવાસ સંબંધિત કેસ હોવાના કારણે કેસ નોંધવામાં આવ્યો નથી.

સુશાંત કેસઃ સિદ્ધાર્થ પિઠાનીની આજે ફરીથી CBI ટીમ કરી રહી છે પૂછપરછસુશાંત કેસઃ સિદ્ધાર્થ પિઠાનીની આજે ફરીથી CBI ટીમ કરી રહી છે પૂછપરછ

English summary
Police recovered drone near Israel embassy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X