• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો કેવી છે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહની રાજકીય યાત્રા

|
Google Oneindia Gujarati News

નવીદિલ્હી(બ્યૂરો), 23 જાન્યુઆરીઃ રાજનાથ સિંહને મુકદ્દર કા સિંકન્દર કહો કે પછી પાર્ટીમાં સારી છબીવાળા નેતા, આજે ભાજપના નવા અધ્યક્ષ તરીકે તેમની તાજપોશી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ રાજનાથ સિંહના નામ પર મહોર લગાવી છે. પાર્ટીમાં અધ્યક્ષ પદને લઇને ઘણું ઘમાસાન ચાલી રહ્યું હતું. રાજનાથ સિંહ ગાજિયાબાદમાં હતા ત્યારે જ તેમને મંગળવારે રાત્રે લગભગ 8 વાગ્યે તેમની પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓનો ફોન આવ્યો કે તેમને તુરત બેઠકમાં બોલાવવામાં આવ્યા છે. ત્યાં સુધીમાં એ વાત સ્પષ્ટ થઇ ગઇ હતી કે રાજનાથ સિહંનું નામ પાર્ટી અધ્યક્ષ તરીકે આગળ કરવામાં આવ્યું છે અને તેના પર બધાની સહમતિ પણ થઇ ગઇ છે. આરએસએસે પણ રાજનાથ સિંહના નામ પર મહોર લગાવી દીધો છે. નોંધનીય છે કે, આ પહેલા પણ રાજનાથ સિંહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. તો ચાલો વિસ્તારથી ચર્ચા કરીએ કે આખરે કોણ છે રાજનાથ સિંહ અને કેવી રહી છે તેમની રાજકીય યાત્રા.

રાજનાથ સિંહનો જન્મ 10 જુલાઇ 1951ના રોજ એક સાધારણ પરિવારમાં થયો. 62 વર્ષિય રાજનાથ સિંહની રાજકીય યાત્રા 1974માં શરૂ થઇ. જનસંઘમાં જિલ્લા સચિવ પદથી શરૂ કરેલી આ યાત્રામાં તેમણે ક્યારેય પાછળ વળીને નથી જોયું. આરએસએસના સ્વયંસેવકથી લઇને વિદ્યાર્થી પરિષદ અને ભારતીય જનતા યુવા મોરચાના શીર્ષ પદો પર રહીને તેમણે પોતાની અનોખી કાર્યશૈલીની છાપ પણ છોડી. ભાજપમાં પ્રદેશાઘ્યક્ષથી લઇને રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા સુધીના સફરમાં તેણે યુવાઓને ભાજપના પક્ષમાં એકજૂટ કર્યાં.

રાજનાથ સિંહની ક્ષમતાઓનું સાચું આંકલન ત્યારે થયું જ્યારે કલ્યાણસિંહના મુખ્યમંત્રીત્વ કાળમાં તેમને શિક્ષામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમણે યુપી બોર્ડ પરીક્ષાઓમાં તેમણે પોતની અલગ ઓળખ ઉભી કરી. 24 ઓક્ટોબર 2000માં તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. બે વર્ષથી પણ ઓછા સમયના મુખ્યમંત્રીત્વ કાળમાં રાજનાથ સિંહને સામાજિક ન્યાય સમિતિની રચના કરી દલિતો અને અતિ પછાત લોકો માટે આરક્ષણ કોટા નક્કી કરવાના પ્રયાસો માટે યાદ કરવામાં આવે છે.

ત્યારબાદ રાજનાથ સિંહ કેન્દ્રમાં કૃષિ અને ભૂતલ પરિવહન મંત્રાલયમાં મંત્રી રહ્યાં. વર્ષ 2005માં પહેલીવાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. વર્ષ 2009માં લોકસભા ચૂંટણીમાં ગાજીયાબાદ બેઠકમાં સાંસદ તરીકે વિજયી થઇને તેમણે નિર્વાચનથી બચવાના આરોપ લગાવનારાઓને આકરો જવાબ આપ્યો. ખેડુતો પ્રત્યે તેમની હમદર્દી અને ધોતી કૂર્તાના હિન્દુસ્તાની પહેરવેશે રાજનાથની છબી ભાજપના સૌથી સશક્ત ખેડૂત નેતા તરીકે ઉભરી.

રાજનાથ સિંહઃ વિદ્યાર્થી નેતાથી રાજનેતા

સફેદ કુર્તા, પાઇજામા અને ચામડાના ચપ્પલ પહેરવું બહારથી જેટલુ સહેલું દેખાય છે તેટલું જ અંદરથી તે કઠિન છે. રાજનાથ સિંહે આ પહેરવેશને યુવાકાળમાં જ અપનાવી લીધો હતો. રાજનાથ સિંહ પોતાના વિદ્યાર્થી જીવનથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય કાર્યકર્તા રહ્યાં. તે 1972માં મિર્જાપુર શહેરના સંઘકાર્યવાહક બન્યા. વર્ષ 1967થી 1971 સુધી અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગોરખપુર સંભાગના સંગઠન સચિવ પણ રહ્યાં.

રાજનાથ સિંહે મોદી-અડવાણીને એક કર્યા

રાજનાથ સિંહમાં કેટલું સામર્થ્ય છે તે એ વાત પરથી માલુમ પડી જાય છે કે, તેમના નામ અંગે સહમતિ દર્શાવવા નરેન્દ્ર મોદી અને એલ કે અડવાણી એક થયા. બન્ને નેતાઓ વચ્ચેનું અંતર વધી ગયું હોવા છતાં પણ નિતિન ગડકરીના સ્થાને રાજનાથ સિંહના નામ પર સહમતિ દર્શાવવા બન્ને એકજૂટ થયા હતા. આ સામર્થ્ય તેમનામાં રહેલું છે.

તારીખોમાં રાજનાશ સિંહની રાજકીય યાત્રા

1977માં મિર્ઝાપુરમાં ધારાસભ્ય બન્યા
1988માં ભાજપ યુવા વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા
1991માં યુપીમાં પહેલી ભાજપ સરકારમાં શિક્ષામંત્રી બન્યા
1994માં રાજ્યસભામાં પહોંચ્યા
1997માં યુપીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા
1999માં એનડીએ સરકારમાં માર્ગ પરિવહનમંત્રી બન્યા
2000-2002 સુધી યુપીમાં મુખ્યમંત્રી રહ્યાં
2005 - 2009 સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યાં
2009માં લોકસભા ચૂંટણી દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષ હતા

English summary
Former BJP president Rajnath Singh is all set return as the party national president after incumbent Nitin Gadkari announced that he will not seek an second term. Here is political journey of Rajnath Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X