For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સિંહ સેંગરને ઉંમરકેદની સજા, 25 લાખનો દંડ

ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સિંહ સેંગરને ઉંમરકેદની સજા, 25 લાખનો દંડ

|
Google Oneindia Gujarati News

ઉન્નાવઃ ઉન્નાવ રેપ કેસમાં દોષી ઠેરવેલ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને ઉંમરકેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ 25 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારાયો છે. કોર્ટે એક મહિનાની અંદર જ દંડની રાશિ ચૂકવવા માટે આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે 16 ડિસેમ્બરે દિલ્હીની તીસ હજારી કોર્ટે સેંગરને કલમ 376 અને પોક્સોના સેક્શન 6 અંતર્ગત દોષી ઠેરવ્યો હતો. 17 ડિસેમ્બરે સજા પર દલીલો થઈ હતી. જે બાદ કોર્ટે આગલી સુનાવણી પહેલા કુલદીપ સિંહ સેંગરને પોતાની આવક અને સંપત્તિનો આખો રિપોર્ટ આપવા આદેશ દીધો હતો.

સીબીઆઈએ વધુમાં વધુ સજાની માંગ કરી

સીબીઆઈએ વધુમાં વધુ સજાની માંગ કરી

દિલ્હી કોર્ટમાં શુક્રવારે આને લઈ દલીલ પૂરી થયા બાદ જજે બપોરના બે વાગ્યા સુધી પોતાનો ફેસલો સુરક્ષિત રાખી લીધો સેંગરના વકીલે એકવાર ફરી જજને સેંગરની સજા ઘટાડવા માટે સાંભળવાની માંગ કરતા કહ્યું કે તેમના ક્લાયન્ટની બે દીકરી અને પત્ની છે, તેમના પર આ બધાની જવાબદારી છે, માટે સજા આપતી સમયે આ વાતનો ખ્યાલ રાખવામાં આવે.

16 ડિસેમ્બરે કોર્ટે દોષી ઠેરવ્યો હતો

16 ડિસેમ્બરે કોર્ટે દોષી ઠેરવ્યો હતો

જણાવી દઈએ કે 16 ડિસેમ્બરે દિલ્હીની તીસ હજારી કોર્ટે સેંગરને કલમ 376 અને પૉક્સોના સેક્શન 6 અંતર્ગત દોષી ઠેરવ્યો હતો. 17 ડિસેમ્બરે સજા પર દલીલ થઈ હતી. કોર્ટમાં દલીલ દરમિયાન સીબીઆઈએ કુલદીપ સિંહ સિંગરને વધુમાં વધુ સજા આપવાની માંગ કરી હતી. સાથે જ પીડિતાને વળતર ચૂકવવાનો આગ્રહ કર્યો હતો. જ્યારે બચાવ પક્ષના વકીલે સેંગરની ઉંમરનો હવાલો આપતા કહ્યું હતું કે તેમણે હંમેસઆ લોકોની સેવા કરી. તેમની બે દીકરી છે જે લગ્ન લાયક છે એવામાં તેમને ઓછી સજા થવી જોઈએ.

સેંગરની દલીલ

સેંગરની દલીલ

શુક્રવારે કુલદીપ સેંગરના વકીલે 2017માં દાખલ ચૂંટણી સોગંધનામું કોર્ટમાં દાખલ કર્યું. આ સોગંધનામામાં સેંગરની પ્રોપર્ટીની જાણકારી છે. સીબીઆઈએ જજને કહ્યું કે પીડિતાને આપવામાં આવનાર વળતરની રકમ સેંગરથી જ વસૂલવામાં આવે. સેંગર તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે તેની હાલત સારી નથી તેથી પીડિતાને વળતરની રકમ તેના તરફથી દેવામાં ના આવે. સોગંધનામામાં સેંગરની 2015-16ના વર્ષની આવક 3 લાખ 60 હજાર 421 રૂપિયા જણાવવામાં આવી હતી. સેંગરે દલીલ આપી કે તેની બે દીકરી છે અને એક પત્ની છે, આ બદાની જવાબદારી તેના પર જ છે.

CAA Protest: મેંગ્લોરમાં કેટલાય પત્રકારોની અટકાયત, પોલીસે રિપોર્ટિંગ કરતાં રોક્યાCAA Protest: મેંગ્લોરમાં કેટલાય પત્રકારોની અટકાયત, પોલીસે રિપોર્ટિંગ કરતાં રોક્યા

English summary
politician kuldeep singh senger punished life imprisonment and 25 lac fine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X