For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં પ્રદુષણનું લોકડાઉન: 21 નવેમ્બર સુધી બાંધકામના કાર્યો પર રોક, કરાશે સરકારી ઓફીસોનું કાર્ય

સુપ્રીમ કોર્ટે બુધવારે ફરી એકવાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણના મુદ્દે સુનાવણી કરી. દરમિયાન, વાયુ પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં રાખીને, દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે બુધવારે ફરી એકવાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણના મુદ્દે સુનાવણી કરી. દરમિયાન, વાયુ પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં રાખીને, દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં પર્યાવરણ વિભાગ, જાહેર બાંધકામ વિભાગ, પોલીસ, ટ્રાફિક પોલીસ, MCDના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક પૂરી થયા બાદ ગોપાલ રાયે રાજધાની દિલ્હીમાં 'વાયુ પ્રદૂષણના લોકડાઉન' જેવા કડક નિર્ણયો વિશે જાણકારી આપી. તેમણે કહ્યું કે 21 નવેમ્બર સુધી બાંધકામના કામ પર પ્રતિબંધ રહેશે અને સરકારી વિભાગમાં 100% કામ ઘરેથી થશે.

Delhi

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે વધુમાં કહ્યું કે વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આજથી 21 નવેમ્બર સુધી બાંધકામ અને ડિમોલિશનના કામ પર પ્રતિબંધ, સરકારી વિભાગો માટે 100% કામ ઘરેથી કરવા સહિત આગામી આદેશો સુધી શાળાઓ, કોલેજો, સંસ્થાઓ, તાલીમ કેન્દ્રો અને પુસ્તકાલયોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય દિલ્હીમાં ઈમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા વાહનો સિવાય તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. પોલીસ વિભાગ અને વાહનવ્યવહાર મળીને સુનિશ્ચિત કરશે કે સૂચનાઓનું પાલન કરવામાં આવે.

ગોપાલ રાયે વધુમાં જણાવ્યું હતું કે, સાર્વજનિક પરિવહન વધારવા માટે આવતીકાલથી 1000 ખાનગી CNG બસો ખરીદવાની પ્રક્રિયા શરૂ થશે. મેટ્રો અને ડીટીસી તરફથી ડીડીએમએને પેસેન્જરોને ઉભા રહીને મુસાફરી કરવા દેવા અંગે પત્ર લખવામાં આવ્યો છે. દિલ્હીની અંદર 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોની યાદી ટ્રાફિક વિભાગ દ્વારા પોલીસને આપવામાં આવી છે, જેના પર તેઓ કાર્યવાહી કરશે. પેટ્રોલ પંપ પર ચાલી રહેલા પીયુસી અભિયાનને વધુ કડક બનાવવામાં આવશે.

English summary
Pollution lockdown in Delhi: Construction work halted till November 21
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X