For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાની બીજી લહેરમાં પોસ્ટ કોવિડ દર્દીઓની સંખ્યા વધી

કોરોનાની બીજી લહેરમાં પોસ્ટ કોવિડ દર્દીઓની સંખ્યા વધી

|
Google Oneindia Gujarati News

કોરોનાવાયરસની બીજી લહેર દરમિયાન પોસ્ટ કોવિડ દર્દીઓની સંખ્યા ઘણી વધી છે. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ કેટલાય દર્દીઓમાં પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશનની ફરિયાદ આવી રહી છે. બેંગ્લોરમાં પણ પોસ્ટ કોવિડ કોમ્પલિકેશનના કારણે પાછલા 10 દિવસમાં હોસ્પિટલમાં દાખલ થયેલા કેટલાય દર્દીઓના મોત થયાં છે. કોવિડ 19 મામલાના સત્તાવાર આંકડાઓ મુજબ 28 મેથી 3 જૂન વચ્ચે 1855 કોરોના સંબંધિત મોતમાંથી 734 મોત એટલે કે 40 ટકા મોત હોસ્પિટલમાં દાખલ થયયાના અથવા તો દર્દીના ઘરમાં 10 કે તેથી વધુ દિવસ બાદ થયાં છે.

post covid patient

પોસ્ટ કોવિડ કોમ્પલિકેશન અને તેના ળક્ષણો શું છે

ડૉક્ટર્સ મુજબ પોસ્ટ કોવિડ કૉમ્પલિકેશનમાં દર્દીને માથાનો દુખાવો, શરદી, સાંધા દુખવા, ઉધરસ, ગંધની કમી, થાક, ચક્કર આવવા વગેરે જેવા લક્ષણો હોય છે. કોવિડ 19 રોગીને ઠીક થયાના 12 અઠવાડિયા સુધી પોસ્ટ કોવિડના લક્ષણ અનુભવ થઈ શકે છે.

કર્ણાટક સ્વાસ્થ્ય વિભાગ મુજબ આ મહામારી પહેલી લહેરની ઠીક વિપરીત છે, જ્યારે મોટાભાગના મોત લગભગ 60 ટકા હોસ્પિટલમાં દાખલ થયાના એકથી 3 દિવસમાં થયાં હતાં. કર્ણાટકમાં કોરોનાની બીજી લહેરમાં પોસ્ટ કોવિડ દર્દીની સંખ્યા વધી રહી છે. જ્યારે દર્દીઓના ઈલાજના 10 દિવસમાં તેમનું મોત થઈ રહ્યું છે.

ડૉ શિવ કુમારે કહ્યું કે ડિસ્ચાર્જ કરાયેલા 10 ટકા દર્દીઓમાં કોઈને કોઈ પ્રકારની પોસ્ટ કોવિડ જટિલતા જોવા મળી છે. લગભગ 5 ટકા આઈસીયૂમાં પાછા આવે છે અને લગભગ 1-2 દિવસમાં મરી જાય છે.

English summary
Post covid patients has been increased in second wave of coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X