For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારમાં મોદીના સન્માનમાં બહાર પડાઇ ટપાલ ટિકિટ

|
Google Oneindia Gujarati News

પટણા, 29 મે: બિહારના એક ટપાલ ટિકિટ સંગ્રહકર્તાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાર ટિકિટોનો એક સેટ બનાવ્યો છે. આ ટપાલ ટિકિટનો સેટ બિહારના જાણીતા સંગ્રહકર્તા પ્રદીપ જૈનની પરિકલ્પનના છે.

પ્રદીપ જૈને જણાવ્યું કે આ ટપાલ ટિકિટ અને વિશેષ આવરણની પરિકલ્પના નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા તરફ અગ્રેસર થતા વ્યક્ત કરવામાં આવી. આ એક ખૂબ જ ચર્ચિત ઘટના હતી અને માત્ર આપણો જ દેશ નહીં પરંતુ આખું વિશ્વ તેની પર ઉત્સુકતાથી નજર રાખી બેઠ્યું હતું.

જૈને જણાવ્યું કે ટપાલ ટિકિટને ગત 26 મેના રોજ પોસ્ટ ખાતાની માઇ સ્ટામ્પ શ્રેણી હેઠળ બનાવવામાં આવ્યું છે. પાંચ રૂપિયાની કિંમતવાળી ચારેય ટપાલ ટિકિટોમાં મોદીને હસતી મુદ્રામાં બતાવવામા આવ્યા છે અને તેમને વિભિન્ન ભારતીય ફૂલો કુમુદિની, પૈંસી, ડહલિયા અને સિનેરેરિયાના ગુલદસ્તાની સાથે સંલગ્ન કરવામાં આવ્યા છે. વિશેષ આવરણ પર જૈન સમુદાયના નવકાર મંત્ર છપાયેલું છે અને તેની પર મોદીને હસતા એક કમળની અંદરથી ખિલતા બતાવવામાં આવ્યા છે, જેનું શિર્ષક નમોની શક્તિ છે.

આ ટપાલ ટિકિટો અને વિશેષ આવરણને બિહાર ભાજપના એક વરિષ્ઠ નેતા દિલ્હી લઇ ગયા હતા અને તેને મોદી અને ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહને ભેંટ તરીકે આપી હતી. સંભવત: આનાથી પ્રભાવિત થઇને વિદેશ મંત્રાલયે આ ટિકિટોને કેટલાંક પાડોશી દેશોમાં મોકલવા માટે પ્રદીપ જૈનનો સંપર્ક કર્યો છે.

જૈને જણાવ્યું કે તેમને આ વિચાર વર્ષ 2009માં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની વોશિંગ્ટનમાં ટપાલ ટિકિ જારી કરવા પરથી આવ્યો હતો કે જો અમેરિકન લોકો એવું કરી શકતા હોય તો આપણે કેમ ના કરી શકીએ. પ્રદીપ જૈન લંડનના રોયલ ફિલાટેલિક સોસાયટીના સભ્યો છે અને ઓસ્ટ્રિયાના ઇન્સબર્કમાં સ્થિત ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ ફિલાટેલિક એક્સપર્ટમાં એકમાત્ર ભારતીય છે. તેમણે મોદીની તસવીરને ઇંટરનેટથી ડાઉનલોડ કરી હતી.

ત્યારબાદ જૈને પોતાના વિચારોને કાગળ પર ઉતારવા માટે નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ ડિઝાઇનના વરિષ્ઠ ચિત્રકાર સપન જાવેરી સાથે સંપર્ક સાધ્યો અને તેને આખરી ઓપ લઇ લેવા પર ટપાલ ખાતાથી 1800 સ્ટેમ્પ છાપવાનો અનુરોધ કર્યો. આ ટિકિટનું સ્વરૂપ તૈયાર કરવા પર કૂલ ખર્ચો 75 હજાર રૂપિયા આવ્યો, જેમાં ટપાલ ખાતા દ્વારા લેવામાં આવેલા 13 હજાર રૂપિયાનો સમાવેશ થાય છે. પ્રદીપને પૂછાતા કે તેઓ આ ટિકિટોનું શું કરશે, તેમણે હસતા જણાવ્યું કે મેં મારી ખુશી માટે કર્યું છે. તેઓ આ ટિકિટ એવા લોકોને ભેંટ આપશે જે નરેન્દ્ર મોદીની ટપાલ ટિકિટને પોતાના સંગ્રહમાં સામેલ કરવાના ઇચ્છુક હોય.

પાંચ રૂપિયાની કિંમતવાળી ચાર ટિકિટ

પાંચ રૂપિયાની કિંમતવાળી ચાર ટિકિટ

જૈને જણાવ્યું કે ટપાલ ટિકિટને ગત 26 મેના રોજ પોસ્ટ ખાતાની માઇ સ્ટામ્પ શ્રેણી હેઠળ બનાવવામાં આવ્યું છે. પાંચ રૂપિયાની કિંમતવાળી ચારેય ટપાલ ટિકિટોમાં મોદીને હસતી મુદ્રામાં બતાવવામા આવ્યા છે અને તેમને વિભિન્ન ભારતીય ફૂલો કુમુદિની, પૈંસી, ડહલિયા અને સિનેરેરિયાના ગુલદસ્તાની સાથે સંલગ્ન કરવામાં આવ્યા છે. વિશેષ આવરણ પર જૈન સમુદાયના નવકાર મંત્ર છપાયેલું છે અને તેની પર મોદીને હસતા એક કમળની અંદરથી ખિલતા બતાવવામાં આવ્યા છે, જેનું શિર્ષક નમોની શક્તિ છે.

વિદેશ મંત્રાલયે પ્રદીપ જૈનનો સંપર્ક કર્યો

વિદેશ મંત્રાલયે પ્રદીપ જૈનનો સંપર્ક કર્યો

આ ટપાલ ટિકિટો અને વિશેષ આવરણને બિહાર ભાજપના એક વરિષ્ઠ નેતા દિલ્હી લઇ ગયા હતા અને તેને મોદી અને ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહને ભેંટ તરીકે આપી હતી. સંભવત: આનાથી પ્રભાવિત થઇને વિદેશ મંત્રાલયે આ ટિકિટોને કેટલાંક પાડોશી દેશોમાં મોકલવા માટે પ્રદીપ જૈનનો સંપર્ક કર્યો છે.

ઓબામા પરથી આવ્યો વિચાર

ઓબામા પરથી આવ્યો વિચાર

જૈને જણાવ્યું કે તેમને આ વિચાર વર્ષ 2009માં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની વોશિંગ્ટનમાં ટપાલ ટિકિટ જારી કરવા પરથી આવ્યો હતો કે જો અમેરિકન લોકો એવું કરી શકતા હોય તો આપણે કેમ ના કરી શકીએ. પ્રદીપ જૈન લંડનના રોયલ ફિલાટેલિક સોસાયટીના સભ્યો છે અને ઓસ્ટ્રિયાના ઇન્સબર્કમાં સ્થિત ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ ફિલાટેલિક એક્સપર્ટમાં એકમાત્ર ભારતીય છે. તેમણે મોદીની તસવીરને ઇંટરનેટથી ડાઉનલોડ કરી હતી.

બિહારે મોદીને આપ્યું સન્માન

બિહારે મોદીને આપ્યું સન્માન

જૈને પોતાના વિચારોને કાગળ પર ઉતારવા માટે નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ ડિઝાઇનના વરિષ્ઠ ચિત્રકાર સપન જાવેરી સાથે સંપર્ક સાધ્યો અને તેને આખરી ઓપ લઇ લેવા પર ટપાલ ખાતાથી 1800 સ્ટેમ્પ છાપવાનો અનુરોધ કર્યો. આ ટિકિટનું સ્વરૂપ તૈયાર કરવા પર કૂલ ખર્ચો 75 હજાર રૂપિયા આવ્યો, જેમાં ટપાલ ખાતા દ્વારા લેવામાં આવેલા 13 હજાર રૂપિયાનો સમાવેશ થાય છે. પ્રદીપને પૂછાતા કે તેઓ આ ટિકિટોનું શું કરશે, તેમણે હસતા જણાવ્યું કે મેં મારી ખુશી માટે કર્યું છે. તેઓ આ ટિકિટ એવા લોકોને ભેંટ આપશે જે નરેન્દ્ર મોદીની ટપાલ ટિકિટને પોતાના સંગ્રહમાં સામેલ કરવાના ઇચ્છુક હોય.

English summary
A set of four postal stamps and a special cover on Prime Minister Narendra Modi conceptualized by a philatelist from Bihar has been issued by the Department of Posts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X