લખનઉ શૂટઆઉટ બાદ લાગ્યાં પોસ્ટર- પોલીસ અંકલ પ્લીઝ ગોળીના મારતા

લખનઉ શૂટઆઉટ બાદ લાગ્યાં પોસ્ટર- પોલીસ અંકલ પ્લીઝ ગોળીના મારતા

વારાણસીઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પોલીસની ગોળીનો શિકાર બનેલા એપલ કંપનીના એરિયા મેનેજર વિવાક તિવારીના મૃત્યુ બાદ વારાણસીમાં સપા કાર્યકર્તાઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સપાના નેતાઓએ લોકોની ગાડીઓ પર પોસ્ટર લગાવ્યાં છે. જેના પર લખ્યું છે કે, પોલીસ અંકલ તમે ગાડી રોકશો તો પપ્પા ઉભા રહી જશે, પ્લીઝ એમને ગોળી ન મારતા.

encounter

લખનઉમાં પોલીસની ગોળીએ એપલ કંપનીના એરિયા મેનેજર વિવેક તિવારીનું મૃત્યુ થતાં રવિવારે સમાજવાદી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સપાના કાર્યકર્તાઓએ લોકોની ગાડીઓ ઉપર સ્લોગન છપાવીને ચીપકાવી દીધાં છે. ઉલ્લેખનીય છે કે આ મામલે આઈપીસીની કલમ 302 હેઠળ ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી છે.

પોસ્ટર લગાવવા પર સપા નેતાઓનું કહેવું છે કે આ પોસ્ટર લોકોની સુરક્ષાની દૃષ્ટિને ધ્ચાનમાં રાખીને લગાવવામાં આવ્યાં છે. લોકો યુપી પોલીસના આ ભયપૂર્ણ વાતાવરણની વિરુદ્ધમાં પોતાનો આક્રોશ જતાવી રહ્યા છે. કેજરીવાલે પણ આ ઘટનાનો વિરોધ કર્યો છે. તેમણે સવાલ કરતા કહ્યું હતું કે 'વિવેક તિવારી તો હિંદુ હતો તેને કેમ માર્યો? ગંભીર આરોપ લગાવતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ભાજપા નેતાઓ દેશમાં હિંદુ છોકરીઓનો રેપ કરતા ફરે છે, તેઓ હિંદુઓના પક્ષમાં નથી. જો સત્તા મેળવવા માટે બદા હિંદુઓને મારવા પડે તો તેઓ બે મિનિટ પણ નહિ વિચારે.'

આ પણ વાંચો- કેજરીવાલનો ભાજપને સવાલ, વિવેક તો હિન્દૂ હતો, તેને કેમ માર્યો?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X