For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુઝફ્ફરપુરમાં બાળકોના મૃત્યુનું કારણ લીચી નહીં પરંતુ ગરીબી છે

બિહારના મુઝફ્ફરપુર જીલ્લામાં, એકયૂટ ઇન્સેફેલાઇટિસ સિન્ડ્રોમથી પીડાતા 150 થી વધુ બાળકોના મૃત્યુ પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી

|
Google Oneindia Gujarati News

બિહારના મુઝફ્ફરપુર જીલ્લામાં, એકયૂટ ઇન્સેફેલાઇટિસ સિન્ડ્રોમથી પીડાતા 150 થી વધુ બાળકોના મૃત્યુ પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ બિહાર સરકાર અને કેન્દ્રિય એજન્સીઓની ટીમોએ આ કારણ શોધી કાઢવાનો પ્રયાસ કર્યો છે અને કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે. પ્રારંભિક સર્વેક્ષણમાં, એજન્સીઓએ જોયું છે કે બાળકોની માંદગી પાછળ લીચી કારણ નથી. આ પાછળનું કારણ કંઈક બીજું છે.

આ પણ વાંચો: 108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ

સર્વેક્ષણમાં 289 પરિવારોનો સમાવેશ

સર્વેક્ષણમાં 289 પરિવારોનો સમાવેશ

આ સામાજિક-આર્થિક મોજણીમાં એજન્સીઓ વતી, બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના 289 કુટુંબોને સામેલ કરવામાં આવ્યા હતા. તે દર્શાવે છે કે 280 પરિવારો ગરીબી રેખાથી નીચે છે અને મોટેભાગે દૈનિક મજૂરી કરીને કુટુંબનું ભારણ પોષણ કરે છે. આ પરિવારોમાં 29 કન્યાઓ મુખ્યમંત્રી કન્યા ઉન્નતિ યોજનાની લાભાર્થી હતી. આ યોજના કન્યાઓને નાણાકીય સહાય પૂરી પાડવાની હતી. આ સિવાય 99 એવા પરિવારો એવા છે જેમણે ઈન્દિરા આવાસ અથવા પીએમ આવાસ સ્કીમનો લાભ મળ્યો છે.

96 પરિવારો પાસે કોઈ રાશન કાર્ડ નથી

96 પરિવારો પાસે કોઈ રાશન કાર્ડ નથી

સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે વધુ પરિવારોમાં ત્રણ કરતા વધુ બાળકો છે, જ્યારે 96 પરિવારો પાસે રાશન કાર્ડ નથી અને 124 પરિવારો એવા છે જેમને છેલ્લા મહિનાથી જાહેર વિતરણ વ્યવસ્થામાંથી રાશન મળ્યું નથી. આ ઉપરાંત, આ સર્વેક્ષણમાં એ પણ જાહેર કરવામાં આવ્યું છે કે મુઝફ્ફરપુરમાં બિમાર દર્દીઓને હોસ્પિટલ લઇ જવા માટે આમાંથી માત્ર 159 પરિવારોને એમ્બ્યુલન્સ મળી. આ ઉપરાંત, 383 એઇએસ દર્દીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં બુધવારે 100 લોકો સામેલ હતા. હોસ્પિટલમાંથી જાણવા મળ્યું છે કે ભર્તી દર્દીઓમાં 223 છોકરીઓ હતી અને 159 છોકરાઓ હતા.

ઉંમર પ્રમાણે દર્દીઓની સંખ્યા

ઉંમર પ્રમાણે દર્દીઓની સંખ્યા

સર્વેક્ષણમાં જણાવાયું છે કે મોટાભાગના દર્દીઓ (84 છોકરીઓ અને 51 છોકરાઓ) 1-3 વર્ષની વયના હતા અને તેમની લીચીના બગીચાઓમાં જવાની શક્યતા ના બરાબર છે. 3 થી 5 વર્ષની ઉંમરમાં 70 છોકરીઓ અને 43 છોકરાઓ હતા, જ્યારે 5-7 વર્ષની વચ્ચે 36 છોકરીઓ અને 31 છોકરાઓ હતા. 7-9 વર્ષ વચ્ચે, 14 છોકરાઓ મળ્યા છે. 9થી 11 વર્ષની વચ્ચે 10 છોકરાઓ અને 7 છોકરીઓ મળી આવી છે. આ ઉપરાંત, સાત છોકરાઓ અને એક છોકરી જેની ઉંમર 11 વર્ષથી વધુ છે. જ્યારે છ છોકરીઓ અને ત્રણ બાળકો 1 વર્ષ કે તેથી ઓછી ઉંમરના હતા. જો કે, એઇએસ, જેને હજુ પણ મગજનો તાવ કહેવાય છે, તે કોઈપણ એક વાયરસથી થાય છે.

English summary
Poverty is the major factors behind Muzaffarpur Child Deaths
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X