
વિજળી સંકટ: કોલસાની પુરવઠાની તંગીની સમિક્ષા કરશે PMO, સુત્રોએ આપી જાણકારી
દેશભરના પાવર પ્લાન્ટમાં કોલસાના પુરવઠાની તંગીને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે કવાયત તેજ કરી છે. સૂત્રો કહે છે કે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) પણ મંગળવારે કોલસા પુરવઠાની સ્થિતિ અંગે સમીક્ષા કરવા જઈ રહ્યું છે. દેશના ઘણા શહેરોમાં બ્લેક આઉટની વધતી ચિંતા વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. આ પહેલા ઉર્જા મંત્રી આર કે સિંઘે મંત્રાલય અને ખાનગી કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક યોજી છે. જોકે, ઉર્જા મંત્રીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે દેશમાં વીજળીની કટોકટી નથી અને ન તો તેને થવા દેવામાં આવશે. કોલસાના સ્ટોક અંગે આર.કે.સિંહે કહ્યું હતું કે તેમણે કોલસા મંત્રી પ્રહલાદ જોશી સાથે વાત કરી છે અને કોલસાનો પુરવઠો વધારવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
દિલ્હી, પંજાબ, રાજસ્થાન, ઓડિશા અને આંધ્રપ્રદેશ સહિત તમામ રાજ્યોએ તેમના રાજ્યના પાવર પ્લાન્ટમાં કોલસાની અછતની ફરિયાદ કરી છે. આ રાજ્યોએ કોલ ઇન્ડિયા લિમિટેડને કોલસાનો પુરવઠો વધારવા માટે પણ વિનંતી કરી છે. મહારાષ્ટ્રમાં પણ કોલસાની અછતને કારણે વીજળીની કટોકટી સર્જાઈ છે. રાજ્યમાં 7 થર્મલ પાવર પ્લાન્ટના 13 યુનિટમાં વીજ ઉત્પાદન અટકી ગયું છે. ચંદ્રપુર, ભુસાવલ અને નાસિકના પાવર પ્લાન્ટમાં ઉત્પાદન પ્રભાવિત થયું છે.
જોકે, દિલ્હી સરકારના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે રાજધાનીમાં વીજળીની કટોકટી ચાલુ છે. જૈને કહ્યું હતું કે જો કોલસાનો પુરવઠો વધારવાની સાથે પાવર પ્લાન્ટ્સમાંથી ઉત્પાદન વધારવામાં નહીં આવે તો દિલ્હીમાં પાવર બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઈ શકે છે. દિલ્હી સરકારે કેન્દ્ર સરકારને એનટીપીસી પાસેથી વીજ પુરવઠો વધારવાની અપીલ કરી હતી.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કહ્યું હતું કે દેશના ઘણા રાજ્યોમાં વીજળીની કટોકટીની સ્થિતિ ગંભીર છે.
જો કે, દિલ્હી સરકારના આરોપોને ફગાવી પાવર મંત્રાલયે ટ્વિટર પર ફેક્ટ શીટ પોસ્ટ કરી છે. આમાં દિલ્હીની વીજ વિતરણ કંપનીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે વીજળીના અભાવે કોઇપણ પ્રકારની કટની સ્થિતિ નથી, કારણ કે તેમને જરૂરિયાત મુજબ વીજળી પૂરી પાડવામાં આવી છે.
FACT SHEET: DELHI POWER SUPPLY POSITION
— Ministry of Power (@MinOfPower) October 12, 2021
As per the information received from Delhi DISCOMs, there was no outage on account of power shortage, as the required amount of power was supplied to them@PIB_India @DDNewslive @airnewsalerts @MIB_India
Read more:https://t.co/Ip7tIj2rZm