For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે 2 મિનિટમાં બનાવ્યુ માસ્ક, શેર કર્યો Video

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવ઼ડેકરે એક વીડિયો શેર કરીને જણાવ્યુ કે કેવી રીતે તમે બે મિનિટમાં માસ્ક બનાવી શકો છો.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 9152 સુધી પહોંચી ગઈ છે. જ્યારે આ વાયરસના કારણે 308 લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે આ દરમિયાન 857 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. કોરોના વાયરસથી બચવા માટે લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે અને સાથે જ જો બહાર નીકળવુ પડે તો માસ્ક લગાવવાની સલાહ આપવામાં આવી રહી છે. આ માસ્ક તમે ઘરે બેઠા રૂમાલથી પણ બનાવી શકો છો. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવ઼ડેકરે એક વીડિયો શેર કરીને જણાવ્યુ કે કેવી રીતે તમે બે મિનિટમાં માસ્ક બનાવી શકો છો.

prakash Javadekar

પ્રકાશ જાવડેકરે રૂમાલથી માસ્ક બનાવીને બતાવ્યુ. તેમણે એક ટ્વિટ કર્યુ અને જણાવ્યુ કે કેવી રીતે ઘરે બેઠા 2 મિનિટમાં માસ્ક બનાવી શકાય છે. તેમણે લખ્યુ, 'હવે માસ્ક લગાવવુ અપેક્ષિત છે. માસ્ક કોઈ પણ વ્યક્તિ 2 મિનિટમાં બનાવી શકે છે. મે આને બનાવ્યુ છે, તમે પણ બનાવી શકો છે. આનો વીડિયો તમારી મદદ માટે શેર કરી રહ્યો છુ.'

લૉકડાઉનનો પહેલો તબક્કો સમાપ્ત થવાના એક દિવસ પહેલા બધા કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ અધિકારી પોતાના કાર્યાલયોમાં કામ પર પાછા આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે શાસ્ત્રી બવનમાં ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી. બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રી સહિત તમામ અધિકારીઓએ મોઢા પર માસ્ક બાંધી રાખ્યુ હતુ અને આ સોશિયલ ડિસ્ટંસીંગનુ પણ ધ્યાન રાખ્યુ.

આ પહેલા સુધી મોટાભાગના મંત્રી ઘરેથી કામ કરી રહ્યા હતા. સોમવારે રમતગમત અને યુવા બાબતોના મંત્રી કિરણ રિજિજૂ પણ કાર્યાલય પહોંચ્યા. તેમણે કહ્યુ કે હાલમાં વરિષ્ઠ અધિકારી અને જરૂરી સ્ટાફ જ આજથી ઑપિસ આવશે અને બધા લોકો જરૂરી દિશા-નિર્દેશોનુ પાલન કરશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને સદાનંદ ગૌડા ઉપરાંત અર્જૂન મુંડા સોમવારે ઑફિસ પહોંચનાર મંત્રીઓમાં શામેલ રહ્યા.

આ પણ વાંચોઃ દિલ્લીની મેક્સ હોસ્પિટલમાં ડૉક્ટર સહિત સ્ટાફના 150 લોકો ક્વૉરંટાઈનઆ પણ વાંચોઃ દિલ્લીની મેક્સ હોસ્પિટલમાં ડૉક્ટર સહિત સ્ટાફના 150 લોકો ક્વૉરંટાઈન

English summary
prakash javadekar makes face mask in 2 minutes, shared video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X