For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રમોદ સાવંત આજે લેશે ગોવાના મુખ્યમંત્રી પદના શપથ, સમારંભમાં હાજર રહેશે પીએમ મોદી અને રાજનાથ સિંહ

પ્રમોદ સાવંત સોમવાર એટલે કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓની ઉપસ્થિતિાં સતત બીજી વાર ગોવાના મુખ્યમંત્રી પદના શપથ લેશે.

|
Google Oneindia Gujarati News

પણજીઃ પ્રમોદ સાવંત સોમવાર એટલે કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓની ઉપસ્થિતિાં સતત બીજી વાર ગોવાના મુખ્યમંત્રી પદના શપથ લેશે. હાલમાં જ ગોવા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 40માંથી 20 સીટો જીતી હતી. કોંગ્રેસે 11 અને આમ આદમી પાર્ટીએ 2 સીટો જીતી હતી. ગોવા ફૉર્વર્ડ પાર્ટી અને રિવોલ્યુશન ગોવંસ પાર્ટીના ખાતામાં 1-1 સીટ આવી હતી. આ ઉપરાંત એમજીપીના 2 અને અપક્ષના ધારાસભ્ય જીત્યા હતા.

pramod sawant

શપથ ગ્રહણ સમારંભ રાજધાની પણજીના ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં સવારે 11 વાગે થશે જેમાં 10,000થી વધુ લોકોના શામેલ થવાની સંભાવના છે. સરકારના એક પ્રવકતાએ જણાવ્યુ કે આ સમારંભમાં પ્રધાનમંત્રી મોદી ઉપરાંત કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે. રાજ્યમાં શપથ ગ્રહણ સમારંભનુ પ્રસારણ વિવિધ સમાચાર ચેનલોના માધ્યમથી કરવામાં આવશે. શપથ લેનાર અન્ય કેબિનેટ મંત્રીઓની સંખ્યા વિશે પૂછતા પ્રમોદ સાવંતે પીટીઆઈ-ભાષાને કહ્યુ કે તમને એના વિશે જાણવા મળશે. અત્યારે મને ખબર નથી કે કેટલા મંત્રી શપથ લેશે. મુખ્યમંત્રી ઉપરાંત ગોવા કેબિનેટાં કુલ 11 મંત્રી હોઈ શકે છે.

તમને જણાવી દઈએ કે આ બીજી વાર હશે જ્યારે ગોવાના મુખ્યમંત્રી રાજભવન પરિસરની બહાર શપથ લેશે. મનોહર પરિકરે 2012માં રાજ્યની રાજધાની પણજીના કેમ્પલ મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. એ વખતે ભાજપ સંસદમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લાએ 29 માર્ચછી નવી વિધાનસભાના બે દિવસીય સત્રને બોલાવ્યુ છે. આ દરમિયાન પ્રમોદ સાવંતે વિશ્વાસનો મત મેળવવાનો રહેશે. સત્ર દરમિયાન વિધાનસભાના નવા અધ્યક્ષ પણ ચૂંટવામાં આવશે જેમાં બિલોને પાસ કરવા અને લેખાનુદાન સહિત ઘણા કામોને પૂરા કરવાની આશા છે. કોંગ્રેસના નેતૃત્વાળા વિપક્ષે ધારાસભ્ય અલેક્સો સિકેરાને અધ્યક્ષ પદ માટે નામિત કર્યા છે. હાલમાં પૂરી થયેલ રાજ્યની ચૂંટણીમાં ભાજપે 20 સીટો પર જીત મેળવી જે 40 સભ્યોની વિધાનસભામાં બહુમતથી એક ઓછી છે.

ભાજપને 3 અપક્ષ ધારાસભ્યો અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી(એનજીપી)ના 2 ધારાસભ્યોએ સમર્થન આપ્યુ છે. પ્રમોદ સાવંત(48)એ ઉત્તર ગોવાના સાંખાલિમથી ધારાસભ્ય છે. વર્ષ 2017માં જ્યારે મનોહર પરિકરના નેતૃત્વમાં ભાજપે પોતાની સરકાર બનાવી ત્યારે તેમને વિધાનસભા અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા. તેમણે મનોહર પરિકરના અસામયિક નિધન બાદ માર્ચ 2019માં પહેલી વાર ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. પ્રમોદ સાવંત વ્યવસાયે એક આયુર્વેદ ચિકિત્સક છે.

English summary
Pramod Sawant to take oath as Goa CM today, PM Modi and Rajnath Singh will peresent in the ceremony
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X