For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતી લેખક ડૉ. રધુવીર ચૌધરીને મળ્યો 51મો જ્ઞાનપીઠ એવોર્ડ

|
Google Oneindia Gujarati News

ગુજરાતના જાણીતા લેખક, નવલકથાકાર અને કવિ તેવા ડૉ. રધુવીર ચૌધરીને સોમવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે 51માં જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ડૉ. રધુવીર ચૌધરીના વખાણ કરતા કહ્યું કે ડૉ. રધુવીર ચૌધરી વિખ્યાત વિદ્વાન હોવાની સાથે એક પ્રખર ગાંધીવાદી છે, જેમણે તેમના સાહિત્ય દ્વારા ભારતીય સાહિત્યને સમુદ્ધ કર્યું છે.

નોંધનીય છે કે આ પહેલા 2001 રાજેન્દ્ર શાહને 1985માં પન્નાલાલ પટેલ જેવા ગુજરાતી સાહિત્યકારોને આ પ્રસિદ્ધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉ. રધુવીર ચૌધરી ચોથા તેવા ગુજરાતી સાહિત્યકાર છે જેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

pranab mukherjee

ડૉ. રધુવીર ચૌધરીને આ એવોર્ડ તેમની જાણીતી નવલકથા "અમૃતા" માટે આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગુજરાતી સિવાય ડૉ. રધુવીર ચૌધરીએ હિન્દીમાં પણ અનેક કવિતાઓ અને સાહિત્ય લખ્યા છે. અને "બહાર કોઇ છે", "રૂદ્રમહાલય" અને "પૂર્વરાગ" જેવા તેમના અન્ય સાહિત્યો પણ લોકપ્રિય થયા છે. વળી વચનામૃત નામનું તેમનું ધર્મચિંતન લોકોમાં પ્રિય છે.

English summary
Dr. Raghuveer Chaudhari a renowned Gujarati writer was conferred the 51st Jnanpith Award yesterday by the President of India, Pranab Mukherjee at a function held at Parliament Library Building, New Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X