For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામપાલના રૂમમાંથી મળી પ્રેગ્નેંસી ટેસ્ટ કિટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

હિસાર, 22 નવેમ્બર: ગુરૂઘંટાલ બાબાઓની યાદીમાં સામેલ રામપાલના આશ્રમમાં સ્થિત વ્યક્તિગત રૂપમાંથી એક પ્રેગ્નેંસી ટેસ્ટ કિટ મળી આવી છે. હરિયાણા પોલીસે શુક્રવારે બરવાલા સ્થિત સતલોક આશ્રમમની તલાશી દરમિયાન આ કિટ મળી.

આઇજી અનિલ કુમાર રાવે જણાવ્યું હતું કે આશ્રમની તલાશી દરમિયાન રામપાલના રૂમમાંથી એક પ્રેગ્નેંસી ટેસ્ટ કિટ મળી છે. આ ઉપરાંત આશ્રમની અંદરથી 32 બોરની 3 રિવોલ્વર્સ, 19 એરગન, 19 બોરની 2 રાઇફલો, મિર્ચી બોંબ અને કારતૂસ મળી છે.

તેમણે જણાવ્યું કે છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના લગભગ 865 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે લોકો એ વાતની પણ તપાસ કરી રહ્યાં છે કે તેમાં કોઇ નક્સલી તો નથી. પોલીસે છત્તીસગઢ પોલીસ પાસે તે લોકોની યાદી માંગી છે જે દેસી બોમ્બ બનાવવાનું જાણે છે. તેમણે જણાવ્યું કે એક મહિલા સહિય 4 સમર્થકોને પૂછપરછ માટે રાખવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ધરપકડ બાદથી રામપાલ 5 દિવસો માટે પોલીસ રિમાંડ પર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તે કોઇની સાથે વાત કરી રહ્યાં નથી. તેને આખી રાત કંઇ ખાધું-પીધું ન હતું. તેમણે શુક્રવારે સવારે બે વાર ચા માંગી. ગુરૂવારે બપોરના ભોજનમાં ચાર રોટલી અને દાળ ખાધી હતી.

પાસવર્ડવાલી તિજોરીઓને ખોલવામાં નિષ્ફળ રહી પોલીસ
પોલીસ માટે સૌથી મોટો પડકાર આશ્રમમાં મળેલી ડઝનો પાસવર્ડ પ્રોટેક્ટેડ તિજોરીઓ ખોલવાની છે. પાસવર્ડની ખબર ફક્ત રામપાલને જ છે. સર્ચ ટીમે શુક્રવારે આ તિજોરીઓને ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને સફળતા મળી નહી, એવામાં રામપાલ સાથે પૂછપરછ બાદ ખબર પડશે કે આ તિજોરીઓમાં શું છે.

બાબાનો વધુ એક આશ્રમ
પોલીસને તપાસમાં ખબર પડી છે કે રામપાલ મધ્યપ્રદેશના બૈતૂલ જિલ્લાની નજીક પણ એક આશ્રમ છે. ઉડદન ગામમાં લગભગ 70 એકરમાં ફેલાયેલ આ આશ્રમમાં 50,000 લોકોને બેસવાની ક્ષમતાવાળો હોલ, બે સ્વિમિંગ પૂલ અને ફિલ્ટર પ્લાંટ વગેરે છે.

gun

શું-શું મળી આવ્યું
સતલોક આશ્રમમાંથી પોલીસને 19 એરગન, 3 રાઇફલ (પોઇંટ 12 બોર), 2 રાઇફલ (ડબલ બેરલ), 2 રાઇફલ (પોઇંટ 315 બોર), હજારોની સંખ્યામાં કારતોસા, પેટ્રોલ બોમ્બ, ગૂલેલ, હેલમેટ, એસિડ અને ડીઝલ વગેરે મળી આવ્યું છે.

રામપાલ સાથે પૂછપરછ ચાલુ
રામપાલ સાથે ધન, હથિયારના સ્ત્રોત અને પોલીસ સાથે ટકરાવવાની યોજના સંબંધી પૂછપરછ કરવામાં આવી રહી છે. દેશભરમાં તેની પ્રોપટીની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને શક છે કે તેના નક્સલીઓ સાથે પણ સંબંધ છે અને તેમના કમાંડોઝને નક્સલીઓ પાસેથી ટ્રેનિંગ મળી છે.

આશ્રમને ઢાળી પાડવાની તૈયારી
સતલોક આશ્રમને ઢાળી પાડવાની તૈયાર ચાલી રહી છે. હિસારના જિલ્લા નગર યોજનાકારે રાજ્ય સરકારને પણ પોતાના રિપોર્ટમાં પણ આશ્રમને અવૈધ ગણાવ્યો છે. આશ્રમનો મોટાભાગનો ભાગ સીએલયૂ (ચેંજ ઓફ લેંડ યૂજ)ના અવૈધ રીતે ઉભો કરવામાં આવ્યો છે.

English summary
A huge cache of arms and ammunition, a pregnancy-test strip, petrol bombs, acid syringes, and a chilli grenade are among the items seized from Satlok Ashram in Barwala after the arrest of its head, Rampal Dass.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X