For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ,વડાપ્રધાને દેશવાસીઓને કહ્યું ''Happy Dussehra''

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

pranab-mukherjee-manmohan-singh.
બેંગ્લોર, 24 ઑક્ટોબર: અસત્ય પર સત્યના વિજયનો તહેવાર એટલે દશેરો. મહામહિમ પ્રણવ મુખર્જી, વડાપ્રધાન મનમોહન સિંહ અને યૂપીએ સુપ્રિમો સોનિયા ગાંધી આ અવસરે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના શુભેચ્છા સંદેશમાં કહ્યું છે કે બુરાઇ પર અચ્છાઇની જીત દશેરા આપણને શાંતિ, એકતા અને દેશપ્રેમ શીખવે છે. તો બીજી તરફ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે દશેરાના પાવન અવસરે હું મારા દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું અને તેમની ખુશી અને સમૃદ્ધિ માટે પ્રર્થના કરું છું.

વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે પણ દેશવાસીઓના સ્વાસ્થ્ય અને ખુશી માટે પ્રાર્થના કરી છે. વડાપ્રધાને કહ્યું છે કે આ તહેવાર પ્રત્યેક દેશવાસીઓના જીવનમાં સદભાવના, શાંતિ અને સમૃદ્ધિ લાવે.મનમોહન સિંહે કહ્યું હતું કે આ તહેવાર આપણને પ્રેરણા આપે છે કે માણસ કેવી રીતે પોતાની મહેનત વડે આગળ વધે છે અને તે સફળતા પ્રાપ્ત કરે છે. દશેરો આપણને એકતાની શિખામણ આપે છે.

આજે બેંગ્લોર સહિત સમગ્ર દેશમાં કડક સુરક્ષા વ્યવ્સ્થા કરવામાં આવી છે. મૈસુરના જગપ્રસિદ્ધ દશેરાને જોવા માટે દેશ-વિદેશમાંથી લોકો આવ્યાં છે. મૈસુર પેલેસમાં દર વખતની જેમ જંબો સવારી જોવા માટે લોકોની ભીડ ઉમટશે. આ વખતે જંબો સવારી કરનાર હાથીની ઉંમર 52 વર્ષની છે. જે ચામુંડા માતાની 750 કિલોની મૂર્તિને લઇને ચાલશે.

દર વર્ષે દશેરાના દિવસે મૈસુર પેલેસના પ્રાંગણમાં જંબો સવારી નિકળે છે જેમાં સૌથી બળવાન હાથીને એ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે કે તે માં ચામુંડાની મૂર્તિને પોતાની પાલકીમાં લઇને પેલેસ સુધી જાય. આ સુંદર નજારાને નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો મૈસુર આવે છે.

English summary
President Pranab Mukherjee, PM Manmohan Singh and UPA President Sonia Gandhi greet nation on dussehra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X