For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક વર્ષમાં જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ 14 ટકા વધ્યા, જણો કઇ વસ્તુમાં કેટલો વધારો થયો

ગ્રાહક મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર સોમવારના રોજ ચોખાની કિંમત 38.07 રૂપિયા કિલો હતી, જે એક વર્ષ પહેલા તેની કિંમત 35.27 રૂપિયા હતી.

|
Google Oneindia Gujarati News

એકદંરે સોમવારના રોજ આંકડાઓ ભલે 11 મહિનાના નિચલા સ્તરે 5.88 ટકા પર પહોંચી છે, પરંતુ ગત એક વર્ષમાં જરૂરી જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં 14 ટકા સુધીનો વધારો થયો છે. ગ્રાહક મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર સોમવારના રોજ ચોખાની કિંમત 38.07 રૂપિયા કિલો હતી, જે એક વર્ષ પહેલા તેની કિંમત 35.27 રૂપિયા હતી.

inflation

મગની દાળ 101.66થી વધીને 103.86 રૂપિયા થઇ ગઇ છે

ઘઉં 27.09 રૂપિયાથી વધીને 31.86 રૂપિયા, તુવેરની દાળ 102.75 રૂપિયાથી વધી 112.38 રૂપિયા, અડધની દાળ 106.20થી વધીને 108.26 અને મગની દાળ 101.66થી વધીને 103.86 રૂપિયા થઇ ગઇ છે.

વનસ્પતિ તેલનો ભાવ રૂપિયા 136.66 થી વધીને રૂપિયા 143 થયો

આ સાથે ખાંડનો ભાવ રૂપિયા 41.84 થી વધીને રૂપિયા 42.45, દૂધનો ભાવ રૂપિયા 49.90 થી વધીને રૂપિયા 55.51, સીંગતેલનો ભાવ રૂપિયા 174 થી વધીને રૂપિયા 190 પ્રતિ લીટર થયો હતો. વનસ્પતિ તેલનો ભાવ રૂપિયા 136.66 થી વધીને રૂપિયા 143 થયો હતો.

બટાકાના ભાવ વધીને 23 થી 26 રૂપિયા થઇ

12 ડિસેમ્બર, 2021ના​રોજ મીઠાની કિંમત 18.78 રૂપિયા પ્રતિ કિલો હતી, જે સોમવારના રોજ 14 ટકા વધીને 21.51 રૂપિયા થઈ ગઈ છે. બટાટા રૂપિયા 23.04 થી વધીને રૂપિયા 26.60, સૂર્યમુખી તેલ રૂપિયા 151.88 થી વધીને રૂપિયા 169.74 પ્રતિ લીટર જ્યારે સોયા તેલ રૂપિયા 146.70 થી વધીને રૂપિયા 153.91 થયું હતું.

English summary
Prices of essential items increased by 14 percent in one year, know how much the item has increased
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X