For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ લોંચ કર્યું ક્લિન ગંગા કેંપેન, અખિલેશને કર્યા નોમિનેટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વારાણસી, 8 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનના આધાર પર વારાણસીના અસ્સી ઘાટથી ક્લિન ગંગા કેંપેનની શરૂઆત કરી દિધી. શનિવારે સવારે અસ્સી ઘાટ પર પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ પહેલાં ગંગા પૂજન કર્યું. ત્યારબાદ અહીં ઘાટ પર માટી દૂર કરીને તેની સાથે જ અભિયાનનને લોંચ કર્યું.

modi-launches-clean-ganga-campaign

વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પ્રથમ વખત વારાણસી પહોંચ્યા છે. નરેન્દ્ર મોદીના સફાઇ અભિયાન બાદ આજે અહીંથી ઘાટો પર સફાઇ કરવાનું કામ શરૂ થઇ ગયું છે અને ઘણા સંગઠનોએ તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે ફક્ત એક મહિનાની અંદર આખો ઘાટ સાફ કરી દેવામાં આવશે.

નરેન્દ્ર મોદી તેની આ સાથે જ સ્વચ્છ ભારત અભિયાનની તર્જ પર નવ લોકોને નોમિનેટ પણ કર્યા. જે લોકોને મોદીએ આ અભિયાન માટે નોમિનેટ કર્યા છે તેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવનું નામ પર છે.

અખિલેશ યાદવ ઉપરાંત રામભદ્રાચાર્ય (ચિત્રકુટ હેન્ડિકેપ્ડ યૂનિવર્સિટીના ફાઉંડર), મનોજ તિવારી (ભોજપુરી ગાયક અને ભાજપ સાંસદ), મનોજ શર્મા (કૃષ્ણની આત્મકથાથી પ્રસિદ્ધ થયેલા), મોહંમદ કૈફ (ક્રિકેટર), પદ્યશ્રીથી સન્માનિત પ્રોફેસર દેવીપ્રસાદ દ્રિવેદી, રાજૂ શ્રીવાસ્તવ (એક્ટર અને કોમેડિયન), સુરેશ રૈના (ક્રિકેટર) અને કૈલાશ ખેર (ગાયક)નું નામ સામેલ છે.

ત્યારબાદ નરેન્દ્ર મોદીએ આનંદમયી હોસ્પિટલ પહોંચ્યા છે. કેટલાક મીડિયાના અહેવાલો પર વિશ્વાસ કરીએ તો અસ્સી ઘાટ પર જવું નરેન્દ્ર મોદીના કાર્યક્રમનો એક ભાગ ન હતો. હવે જ્યારે તે ત્યાં પહોંચ્યા તો એ વાતની સંભાવના છે કે તે કંઇક મોટી યોજનાઓની જાહેરાત કરી શકે છે.

મોદી 10:20 મિનિટે દિલ્હી માટે રવાના થઇ જશે.

English summary
Prime Minister Narendra Modi launches Clean Ganga campaign in Varanasi. He also nominates 9 people for the cause.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X