For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન કરતા વધુ શક્તિશાળી શબ્દ છે કાર્યકર્તાઃ મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 જૂનઃ વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર ભાજપના મુખ્યાલય પહોંચેલા નરેન્દ્ર મોદીએ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, વડાપ્રધાન પહેલા હું પાર્ટીનો કાર્યકર્તા છું. વડાપ્રધાન પાંચ અક્ષરવાળો શબ્દ છે, જ્યારે કાર્યકર્તા ચાર અક્ષરવાળો શબ્દ, પરંતુ વડાપ્રધાન શબ્દ કરતા વધારે શક્તિશાળી કાર્યકર્તા શબ્દ છે. કાર્યકર્તાઓની મહેનતના કારણે હું આજે વડાપ્રધાન બન્યો. હું તમામ કાર્યકર્તાઓને અભિનંદન કરું છું.

narendra-modi
મોદીએ કહ્યું કે વિશ્વના ભારતીય લોકતંત્રની શક્તિ અંગે જાણવું જોઇએ કે દેશે પોતાનું ઉચિત સન્માન અને દરરજો મળશે. નરેન્દ્ર મોદીએ સાર્ક દેશોના નેતાઓએ પોતાના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રિત કરવાથી યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ગણાવતા કહ્યું કે, તેમની પહેલી મોટી વિદેશ નીતિની પહેલે વિશ્વને ભારતની શક્તિ અંગે સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, વિશ્વના દેશ આ અંગે વાત કરી રહ્યાં છે. તેમની પહેલને ચારેકોર પ્રશંસા મળી છે.

તેમણે કહ્યું કે લોકોને તેમની સરકારથી ઘણી અપેક્ષા છે અને આ તેમની સરકારનું કર્તવ્ય છે કે તે તેમની આકાંક્ષાઓ સાથે તાલમેલ બેસાડે. મોદીએ કહ્યું કે, આપણે ક્યારેય દેશની સીમાઓની બહાર મળ્યું નથી. આપણે મોટો દેશ છે. આપણે મોટી શક્તિ છે. આપણે વિશ્વને એ અનુભવ કરાવવો જોઇએ. એકવાર આપણે આવું કરી લઇશું તો વિશ્વ આપણે ઉચિત સન્માન અને દરરજો આપતા નહીં અચકાય.

પાર્ટી અધ્યક્ષ અને ગૃહમંત્રી રાજનાથ સિંહ અને અન્ય કેટલાક નેતાઓની હાજરીમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબંધિત કરતા વડાપ્રધાને કહ્યું કે, હાલની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને જે જનાદેશ મળ્યો છે, આશા માટે મત આપ્યો હતો. પાર્ટીએ પૂર્ણ બહુમત મળતા તેમણે કહ્યું કે આ ચૂંટણી 21મી સદીમાં દિશા બદલનારો છે. જેમણે તમામ પારંપરિક જાતિગત, ધાર્મિક અને અન્ય રાજકીય સમીકરણોને મતદાતાઓએ અનદેખી કરી અને તેમણે બધાથી પર આશા અને આકાંક્ષાઓના રાજકારણને પસંદ કર્યું.

દેશની જનતાએ ઘણા સમય પહેલા કોંગ્રેસથી ભ્રમિત થઇને અને વૈકલ્પિક પ્રયોગ પણ મદદગાર નહીં હોવાનો દાવો કરતા મોદીએ કહ્યું કે, તેમની સરકારની અપેક્ષાઓ પર ખરું ઉતરવાની અતિરિક્ત જવાબદારી છે. તેમણે કહ્યું કે, ભાજપને જે સ્પષ્ટ જનાદેશ લોકસભા ચૂંટણીમાં મળ્યો છે, તે સંભવ નથી જો જમીની લહેર ના હોત અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી સમાન વિચારધાર પ્રક્રિયા ન હોત.

English summary
Narendra Modi on Sunday met BJP workers for the first time after becoming the prime minister and thanked them for their efforts in helping the party win the Lok Sabha election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X