બજેટ 2018ને સામાન્ય માણસનું બજેટ ગણાવ્યું PM મોદીએ

Written By:
Subscribe to Oneindia News

ગુરૂવારે નાણાં મત્રી અરુણ જેટલીએ સંસદમાં યુનિયન બજેટ 2018 રજૂ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બજેટને સામાન્ય માણસનું બજેટ કહેતાં આ માટે નાણાં મંત્રી અરુણ જેટલીના વખાણ કર્યા છે અને તેમને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, હું અરુણ જેટલી અને તેમની આખી ટીમને આ બજેટ માટે અભિનંદન પાઠવું છું. આ ન્યૂ ઇન્ડિયાને પાયાને મજબૂત કરતું બજેટ છે. આ બજેટમાં દેશની કૃષિથી લઇને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધીની તમામ બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું છે. ગરીબ અને મધ્યમ વર્ગની ચિંતા દૂર કરવા માટે સ્વાસ્થ્યની યોજના છે, તો ઉદ્યમીની આવક વધારવાની યોજના પણ છે. રોડથી લઇને શિપિંગ સુધી, ગ્રામીણ ભારતથી લઇને આયુષ્માન ભારત સુધી, આ દેશના વિકાસને ગતિ આપનાર બજેટ છે.

naredra modi

પીએમ મોદીએ આગળ કહ્યું કે, આ બજેટ વેપાર, ખેડૂત અને વિકાસ ફ્રેન્ડલી છે, આમાં ઇઝ ઓફ ડૂઇંગ સાથે ઇઝ ઓફ લિવિંગ પર ફોકસ કરવામાં આવ્યું છે. મધ્યમ વર્ગ માટે વધુ બચત, ઉત્તમ હેલ્થ ઇન્સ્યોરન્સ નક્કર પગલું છે. આપણા ખેડૂતોએ અનાજ, શાકભાજી, ફળનું રેકોર્ડ ઉત્પાદન કરી દેશના વિકાસમાં ઐતિહાસિક યોગદાન આપ્યું છે. ખેડૂતોનું સ્થાન વધુ મજબૂત કરવા માટે તથા તેમની આવક હજુ વધારવા માટે આ બજેટમાં અનેક વાતો રજૂ કરવામાં આવી છે. બજેટમાં ગ્રામ્ય અને કૃષિ ક્ષેત્રે લગભગ 14.5 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 51 લાખ નવા ઘર, 3 લાખ કિમીથી વધુ રોડ, 2 કરોડથી વધુ શૌચાલય, પોણા 2 લાખ ઘરોનું નિર્માણ; આ સર્વનો લાભ ગરીબ, દલિત અને પછાત વર્ગના લોકોને પણ થશે. ખેડૂતોને તેમની લાગતની દોઢગણી કિંમત મળે એ ઘોષણાનું હું સ્વાગત કરું છું, ખેડૂતોને આનો સંપૂર્ણ લાભ મળે એ માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે મળીને નિશ્ચિત વ્યવસ્થા કરશે. શાકભાજી અને ફળનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે ઓપરેશન ગ્રીન એક કારગર નિર્ણય સાબિત થનાર છે.

English summary
Prime minister Narendra Modi speaks on Union Budget 2018.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.