For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવધાન ! અશ્લીલ MMS, SMS મોકલ્યા, તો થશે 3 વર્ષની જેલ

|
Google Oneindia Gujarati News

MMS
નવી દિલ્હી, 11 ઓક્ટોબર: કોઇ મહીલાને અશ્લીલ મલ્ટીમીડિયા મેસેજ અથવા ઇમેલ મોકલ્યો તો તમને 3 વર્ષની જેલની સજા થઇ શકે છે. પ્રધાનમંત્રી મનમોહનસિંહની અધ્યક્ષતામાં શુક્રવારે મળેલી કેબિનેટની બેઠકમાં મહિલાઓને અશ્લીલ રીતે રજૂ કરવાની પ્રવૃત્તિને રોકવા માટે આ નિર્ણય લેવાયો હતો.

આ કાનૂન અનુસાર જે પણ આવી પ્રવૃત્તિ દોષી સાબિત થનારને સાત વર્ષની જેલની સખત સજા ફટકારવામાં આવશે તેમજ દંડ ફટકારવામાં આવશે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગે કરાયેલા એક સંશોધનને ધ્યાનમાં રાખીને પહેલીવાર દોષી સાબિત થનારને દંડની રકમ 2000થી વધારી ઓછામાં ઓછી 50 હજાર કરવામાં આવી છે, જે વધારેમાં વધારે 1 લાખ સુધીની રહેશે. તેમજ ત્રણ વર્ષની જેલની સજા તો ખરી જ.

જો કોઇ વ્યક્તિ બીજી વખત આ પ્રકારનો ગૂનો કરે છે તો તેને સાત વર્ષની જેલ અને પાંચ લાખ રૂપિયાનો દંડ થશે. જોકે ઇન્સ્પેક્ટરથી નીચેની રેંકના અધિકારીને જબ્તી અને તપાસના અધિકાર નથી.

English summary
Soon, sending a pornographic multimedia message and emails may land you in jail for a maximum period of three years.The Union Cabinet, at a meeting chaired by PM Manmohan Singh, approved amendments to the Indecent Representation of Women (Prohibition) Act (IRWA), 1986 which also proposes to slap hefty fines on persons found guilty of such acts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X