ઇલેક્શન્સ 2014ના ધમધમાટમાં ચાર્ટર્ડ વિમાન કંપનીઓને તગડી કમાણી

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 એપ્રિલ : ભારતમાં લોકસભા ચૂંટણી 2014ની હવા રાજકીય રંગોમાં રંગાઇ ગઇ છે. આ હવા કોઇના માટે લહેર થઇને ઉઠી છે તો કોઇના માટે ફુગ્ગાની જેમ નીકળી ગઇ છે. આવી જ એક લહેર રાજકીય પક્ષો સિવાય પણ ઉઠી છે. આ લહેરમાં ચાર્ટર્ડ વિમાન કંપનીઓનો ચાંદી જ ચાંદી છે. નેતાઓની જરૂરિયાતોનો ફાયદો ઉઠાવીને કંપનીઓ વિમાન ભાડે આપીને તગડી કમાણી કરી રહી છે.

દેશમાં અંદાજે 130 જેટલી ચાર્ટર્ડ વિમાન સેવા કંપનીઓ છે. તેમના માટે અત્યારે લક્ષ્મીજીની કૃપા વરસી હોય તેવો માહોલ છે. વર્તમાન સમયમાં ભાજપ અને કોંગ્રેસ જેવા મોટા પક્ષો ચૂંટણી પ્રચારની દોડધામ હેલિકોપ્ટર કે બિઝનેસ જેટ પ્લેનમાં બેસીને કરી રહ્યા છે. આ કારણે આ ચૂંટણીઓ દેશમાં અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણીઓ બની રહી છે. છેલ્લા બે વર્ષથી ચાર્ટર્ડ વિમાન સેવાના સંચાલકોના મોઢા ઉતરી ગયા છે તે હવે ફરી ખીલી ઉઠ્યા છે.

plane

છેલ્લા 2 મહિનાના સમયમાં જ તેમણે પોતાની ખોટ ભરપાઇ કરી દીધી છે. આ બે મહિનામાં તેમના બિઝનેસમાં 30થી 40 ટકાનો વધારો નોંધાયો છે. કારણ કે રાજનેતાઓ હવે મોંઘી કાર્સને બદલે ઝડપથી વધારે જગ્યાઓએ પહોંચી શકાય તે માટે વિમાનનો ઉપયોગ કરી રહ્યા છે. રાજકીય પક્ષોએ વિમાનના ઉપયોગ પાછળ રૂપિયા 300થી 400 કરોડ ખર્ચ કર્યા છે.

આ અંગેની ગતિવિધિ નોંધનારાઓનું કહેવું છે કે અત્યાર સુધીમાં ચૂંટણી પ્રચારમાં સૌથી વધુ સમય વિમાનનો ઉપયોગ કરવામાં નરેન્દ્ર મોદી પ્રથમ ક્રમે છે. ત્યાર બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ આવે છે. સૂત્રોની વાત માનવામં આવે તો બિઝનેસ જેટ અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં ભાજપ અન્ય પાર્ટીઓની સરખામણીમાં સૌથી આગળ રહી છે.

ચાર્ટર્ડ પ્લેનના સંચાલકોનું કહેવું છે કે દેશમાં જેટલા ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટર છે. ચૂંટણી સમયે તે ઓછા પડ્યા છે. આ કારણે પ્લેનના ભાડામાં અસામાન્ય વધારો થયો છે. જો પ્લેનના ભાડાની વાત કરવામાં આવે તો 4 સીટર સિંગલ એન્જિન હેલિકોપ્ટરની એક કલાકની ઉડાનનું ભાડું રૂપિયા 70000થી રૂપિયા 75000 જેટલું છે. જ્યારે ચાર્ટર્ડ પ્લેનનું એક કલાક ઉડાનનું ભાડું અઢીથી ત્રણ લાખ રૂપિયા જેટલું છે.વિમાન કંપનીઓની સાથે એરપોર્ટની આવક પણ વધી છે.

English summary
Lok sabha election 2014 campaign are in pace. Top leaders of political parties are using plane for reaching rally. This is the reason that Private chartered plane companies earning rising at fast pace.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X