For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રાઈવેટ કંપનીઓ 109 રૂટ પર 151 ટ્રેનોનું સંચાલન કરશે, આ શરતો પાળવી પડશે

સરકારને અપેક્ષા છે કે રેલવેનું પ્રાઇવેટાઇઝેશન કરવાથી યાત્રીઓને રેલવે મુસાફરીની વધુ સારી સુવિધા મળશે, સાથે જ ફાયદો એ થશે કે મેન્ટેનન્સ ચાર્જ સહિતની જવાબદારીઓ પ્રાઇવેટ કંપનીઓની રહેશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય રેલવએ પ્રાઇવેટ કંપનીઓને યાત્રી ટ્રેનોનુ સંચાલન માટે આમંત્રણ માંગ્યું છે. રેલવે મંત્રાલય તરફથી આ બાબતે એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું કે 109 માર્ગ પર કુલ 159 ટ્રેનોના સંચાલન માટે પ્રાઇવેટ કંપનીઓ પાસેથી આવેદન માંગવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ દ્વારા પ્રાઇવેટ સેક્ટર 30 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આવું પહેલીવાર છે જ્યારે પેસેન્જર ટ્રેનના સંચાલન માટે ભારતીય રેલવેએ પ્રાઇવેટ કંપનીઓને આમંત્રિત કરી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવેમાં આધુનિક ટેક્નિકને લાવવાનો અને મેન્ટેનન્સ ઘટાડવાનો છે. સાથે જ યાત્રીઓને શ્રેષ્ઠ સુરક્ષા અને વિશ્વ સ્તરની યાત્રાનો અનુભવ ઉપલબ્ધ કરાવવાનો છે.

30 હજાર કરોડ રૂપિયાનું રોકાણ

30 હજાર કરોડ રૂપિયાનું રોકાણ

આ તમામ 109 ટ્રેનોને ભારતીય રેલવેના આખા નેટવર્કના 12 ક્લસ્ટરમા વહેંચવામાં આવી છે. દરેક ટ્રેનમા ઓછામા ઓછા 16 ડબ્બા હશે. આ પ્રોજેક્ટ દ્વારા પ્રાઇવેટ કંપનીઓ રેલવેમાં 30 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જેમાથી મોટાભાગની ટ્રેનો ભારતમાં મેક ઇન ઇન્ડિયા મિશન અંતર્ગત બનશે. આ સમગ્ર પ્રોજેક્ટની જવાબદારી પ્રાઇવેટ કંપનીઓની હશે, તેને આનો આખો ખર્ચ, ખરીદી, ઓપરેશન, મેન્ટેનન્સની જવાબદારી ઉઠાવવી પડશે. રેલવે તરફથી આ ટ્રેનના સંચાલન માટે કેટલાક મહત્વના નિયમ નિર્ધારિત કરવામા આવ્યા છે, જેનું પાલન કરવું ફરજીયાત હશે.

મહત્તમ ગતિ 160 કિમી પ્રતિ કલાક

મહત્તમ ગતિ 160 કિમી પ્રતિ કલાક

આ તમામ ટ્રેન મહત્તમ 160 કિમી પ્રતિ કલાકની ગતિથી દોડી શકશે. એવામાં આ ટ્રેનોમાં સફરની અવધી ઘણી ઓછી આવશે અને યાત્રીઓ બહુ ઓછા સમયમાં પોતાના ડેસ્ટિનેશને પહોંચી શકશે. આ ટ્રેનોના સંચાલન સમયની સરખાણણી ભારતીય રેલવેમાં પહેલેથી જ ચાલી રહેલ ફાસ્ટ ટ્રેનની ગતિ અને તેના દ્વારા લેવામાં આવેલા સમયથી કરવામા આવશે.

રેલવેના ડ્રાઇવર- ગાર્ડ જ આ ટ્રેન ચલાવશે

રેલવેના ડ્રાઇવર- ગાર્ડ જ આ ટ્રેન ચલાવશે

આ પ્રોજેક્ટની અવધિ 35 વર્ષની હશે, જેના માટે પ્રાઇવેટ કંપનીએ રેલવેને એક નિર્ધારિત કિંમત આપવી પડશે, જેમાં હોલેજ ચાર્જ, એનર્જી ચાર્જ વગેરે સામેલ હશે. આ ટ્રેનોને ભારતીય રેલવેના ડ્રાઇવર અને ગાર્ડ જ ચલાવશે. આ ટ્રેનોના સંચાલનમાં તેના સમય, વિશ્વસનીયતા પર નજર રાખવામાં આવશે. સાથે જ આ ટ્રેનોના સંચાલન ભારતીય રેલવે દ્વારા પૂર્વ નિર્ધારિત માપદંડોના આધારે કરવામાં આવશે.

પ્રિયંકા ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ, 1 ઓગસ્ટ સુધીનો સમય આપ્યોપ્રિયંકા ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ, 1 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો

English summary
Private companies will operate 151 trains on 109 Route, subject to these conditions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X