કોંગ્રેસ સોશિયલ મીડિયાનો હાથ પકડીને પ્રચાર કરશે: પ્રિયા દત્ત
રાયપુર, 28 જૂન: દેશમાં સોશિયલ મીડિયાના વધતા જતા પ્રભાવથી હવે રાજકીય પાર્ટીઓ પણ બાકી રહી ગઇ નથી. વધુમાં વધુ લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે, પોતાના કામોના વખાણ કરવા અને લોકો સાથે લોભામણા વાયદાઓ માટે હવે રાજકીય પક્ષો સોશિયલ નેટવર્કિંગ સાઇટનો સહારો લઇ રહી છે. મધ્યપ્રદેશના પ્રવાસ પર આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ તથા મીડિયા વિભાગના પ્રભારી પ્રિયા દત્તે સોશિયલ મીડિયાના મહત્વને પોતાના કાર્યકર્તાઓને જણાવતાં આના માધ્યમથી જોડાવવાની અપીલ કરી છે.
તેમને કહ્યું હતું કે કોંગ્રેસને મજબૂત કરવા માટે હવે ત્રણ સ્તરોએ પ્રયત્ન કરવામાં આવશે. સોશિયલ મીડિયા, રિસર્ચ અને કોમ્યુનિકેશન પર વિશેષ ધ્યાન આપીને કોંગ્રેસને વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવો પડશે. અહીં કોંગ્રેસ ભવનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન પ્રિયા દત્તે કહ્યું હતું કે કોંગ્રેસનો ઉદ્દેશ્ય જનહિતમાં કાર્ય કરવાનો છે ના કે દેખાડો કરવાનો.

તેમને કહ્યું હતું કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નિર્દેશ પર અહીં આવી છું. પ્રિયા દત્તે કોંગ્રેસ મીડિયા વિભાગના પદાધિકારીઓની બેઠક કરી હતી, જેમાં મીડિયા મેનેજમેન્ટને મજબૂત બનાવવા તથા સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસના વિચારોને સામાન્ય પ્રજા સુધી પહોંચાડવાના વિષય પર ચર્ચા કરી હતી. છત્તીસગઢમાં કોંગ્રેસના વિચારોને પહોંચાડવા અને કોંગ્રેસને મજબૂત કરવા માટે જલદી જ કેટલાક પ્રવક્તાઓની નિમણૂંક કરવામાં આવશે. પ્રિયા દત્તે જણાવ્યું હતું કે ઇન્ટરનેટના માધ્યમથી દેશભરના મીડિયા સેન્ટરોને કોંગ્રેસ કમિટી સાથે જોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. છત્તીસગઢના મીડિયા સેન્ટરને પણ દિલ્હી સાથે જોડવામાં આવશે.
સામાન્ય જનજીવનમાં સોશિયલ મીડિયા સાથે વધતાં મહત્વને સ્વિકાર કરતાં પ્રિયા દત્તે કહ્યું હતું કે સોશિયલ મીડિયાની પહોંચ હવે છેવાડા વ્યક્તિ સુધી પહોંચી ગઇ છે, એવામાં પ્રચાર માટે સોશિયલ મીડિયાનું મહત્વ પણ વધી ગયું છે. જેથી અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી સોશિયલ મીડિયામાં કોંગ્રેસને મજબૂત કરવાનો પ્રયત્ન કરવા પર વિશેષ ધ્યાન આપી રહી છે. સોશિયલ મીડિયામાં કોંગ્રેસની નબળાઇને સ્વિકારતાં તેમને કહ્યું હતું કે આગામી દિવસોમાં હાઇટેક પ્રચાર પર ધ્યાન આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
