મતદાર યાદીમાં મોટી ભૂલ, પ્રિયંકા ચોપરાના નામનો સમાવેશ
ઉત્તર પ્રદેશમાં થોડા સમયમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. તેના નામે બનાવામાં આવેલી મતદાર યાદીમાં હતી ભૂલ. આ અંગે વધુ વાંચો અહીં
ઉત્તર પ્રદેશમાં નગરપાલિકાની ચૂંટણીમાં હવે થોડો જ સમય બાકી છે, ત્યારે જવાબદાર ચૂંટણી અધિકારીઓ તરફથી થયેલ મોટી ભૂલ સામે આવી છે. બરેલીની આ વર્ષની મતદાર યાદીમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું નામ જોવા મળ્યું છે. નોંધનીય છે કે, પ્રિયંકા ચોપરા અને તેનો પરિવાર આજથી 17 વર્ષ પહેલાં મુંબઇમાં સ્થળાંતરિત થઇ ગયા હતા, આમ છતાં બરેલીના વોર્ડ નં.56 કુંવરપુરની મતદાર યાદીમાં પ્રિયંકા ચોપરાનું નામ હાજર છે.

વર્ષ 2002માં પ્રિયંકાનો સંપૂર્ણ પરિવાર મુંબઇ સ્થળાંતરિત થઇ ગયો હતો. આથી પ્રશાસનની કાર્યશૈલી પર હવે સવાલો થઇ રહ્યાં છે. આ ઉપરાંત પર બરેલીની મતદાર યાદીમાં કેટલી ગડબડ જોવા મળી છે, જ્યાં મતદારના ભાઇને પિતા તરીકે દર્શાવવામાં આવ્યા છે. જિલ્લા સહાયક ચૂંટણી અધિકારી અબિજીત મુખર્જીનું કહેવું છે કે, મતદાર યાદીમાં પ્રિયંકાનું નામ બીએલઓની ભૂલને કારણે આવ્યું છે અને ટૂંક સમયમાં જ બીએલઓ પાસે આ અંગે જવાબ માંગવામાં આવશે.













Click it and Unblock the Notifications
