વારાણસીમાં મોદી વિરૂદ્ધ ચૂંટણી પ્રચાર કરી શકે છે પ્રિયંકા ગાંધી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 મે: કોંગ્રેસની સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી દ્વારા વારાણસીમાં ચૂંટણી પ્રચાર કરવાની સંભાવના છે, જ્યાંથી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યાં છે.

જાણકારી અનુસાર પ્રિયંકા ગાંધીએ થોડા દિવસો પહેલાં વારાણસીમાં પ્રચારની સંભાવના નકારી કાઢી હતી, પરંતુ નરેન્દ્ર મોદીએ સોમવારે અમેઠીમાં પ્રચાર બાદ હવે કોંગ્રેસની રણનિતીમાં પરિવર્તનની વાત કહી હતી. જો કે પ્રિયંકા ગાંધીએ વારાણસીના ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ હજુ નક્કી થયો નથી.

પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે શું પ્રિયંકા ગાંધીની 12 મેથી પહેલાં વારાણસી જવાની યોજના છે, પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે તે જઇ શકે છે પરંતુ કાર્યક્રમને હજુ સુધી અંતિમ રૂપ આપવામાં આવ્યું નથી. જો પ્રિયંકાનો વારાણસી પ્રવાસ નક્કી થઇ જાય છે તો આ કોંગ્રેસની નરેન્દ્ર મોદી પર પલટવાર કરવાની રણનિતી હશે જેમણે સોમવારે આ અખિલેત સંહિતાને તોડી દિધી કે કોઇ ટોચના નેતા કોઇ ટોચના પ્રતિદ્વંદ્વીના વિસ્તારમાં જઇને પ્રચાર રિપીટ પ્રચાર કરશે નહી.

અમેઠીમાં ગાંધી પરિવારને પડકાર આપનાર નરેન્દ્ર મોદીની રેલીના થોડા કલાકો બાદ પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં આરોપ લગાવ્યો છે કે તેમણે તેમના પિતા 'શહીદ' રાજીવ ગાંધીનું અપમાન કર્યું છે. નરેન્દ્ર મોદી પર 'નીચલા સ્તર'ના રાજકારણમાં સામે હોવાનો આરોપ લગાવે છે પ્રિયંકાએ કહ્યું કે અમેઠીની જનતા તેમને ક્યારેય માફ નહી કરે. પહેલાં પણ આવી અટકળો હતી કે પ્રિયંકા ગાંધી વારાણસી જઇ શકે છે પરંતુ તે સમયે તેમણે એમ કહીને તે અટકળો પર વિરામ લગાવી દિધો હતો કે તે ફક્ત રાયબરેલી અને અમેઠીમાં ચૂંટણી પ્રચાર કરશે. જો કે તે અમેઠીમાં સાત મેના રોજ મતદાન બાદ રાહુલ ગાંધી માટે પ્રચાર કરવાથી મુક્ત થઇ જશે. આ પહેલાં આ પ્રશ્ન ફરીથી ઉદભવ્યો છે કે તે વારાણસી જશે.

priyanka

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી સોમવારે અમેઠીમાં પ્રથમ ચૂંટણી રેલી દરમિયાન રાજીવ ગાંધી પરિવાર (સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી) નિશાન સાધતાં કહ્યું હતું કે તેમણે એકવાર આંધ્રના સીએમને બેઇજ્જત કરી રડાવ્યા હતા. ઉત્તર પ્રદેશના મતદારોથી ભાવનાત્મક સંવાદ સ્થાપવાનો પ્રયત્ન કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમનું 'ગૌરવ' અમેઠીના લોકોના હાથમાં છે. ત્યારબાદથી નરેન્દ્ર મોદી અને પ્રિયંકા ગાંધી વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ થઇ ગયું છે.

ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ આ વાત કહેતાં નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં કહ્યું હતું કે અમેઠીમાં પોતાની રેલી દરમિયાન તેમના શહીદ પિતા રાજીવ ગાંધીનું અપમાન કર્યું છે. પ્રિયંકા ગાંધી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર નીચલા સ્તરના રાજકારણનો આરોપ લગાવ્યો.

English summary
"She may be visiting but the programme is not yet finalized", a senior party leader said when asked whether Priyanka plans to visit Varanasi before May 12 when polling is scheduled in the constituency.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X