For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૉટ્સએપ હેકિંગ કેસમાં કોંગ્રેસનો આરોપ- પ્રિયંકા ગાંધીને પણ શંકાસ્પદ મેસેજ આવ્યો

વૉટ્સએપ હેકિંગ કેસમાં કોંગ્રેસનો આરોપ- પ્રિયંકા ગાંધીને પણ શંકાસ્પદ મેસેજ આવ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વૉટ્સએપ જાસૂસી મામલો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો, ઈઝરાયલી એજન્સી દ્વારા ભારતના પત્રકાર, એક્ટિવિસ્ટ અને વકીલોની જાસૂસીનો મામલો સામે આવ્યા બાદથી કેન્દ્ર સરકાર પર વિપક્ષી પાર્ટીઓએ હુમલો બોલ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફ્રેન્સમાં જણાવ્યું કે જે સમયે વૉટ્સએપથી લોકોની જાસૂસી થઈ રહી હતી તે સમયે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ એક સંદિગ્ધ મેસેજ આવ્યો હતો.

priyanka gandhi

જણાવી દઈએ કે હાલમાં જ ઈઝરાયલી કંપનીએ એક સૉફ્ટવેર દ્વારા વૉટ્સએપથી ભારતીય લોકોની જાસૂસી કરાવી, વૉટ્સએપે પણ આ વાતની પુષ્ટિ કરી છે. મામલો સામે આવ્યા બાદ સરકારે વૉટ્સએપને 4 નવેમ્બર સધી જવાબ આપવા કહ્યું છે જ્યારે વૉટ્સએપે પણ ઈઝરાયલી કંપની પર કેસ નોંધી લીધો છે. વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર હુમલો બોલ્યો છે, પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ મોદી સરકાર પર નિશાન સાધતા આને રાષ્ટ્રીય સુરક્ષામાં મોટી ચૂક ગણાવી હતી.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ દાવો કર્યો છે કે જાસૂસી દરમિયાન લોકોના ફોન હેક કરવામાં આવ્યા અને તેમને સંદિગ્ધ મેસેજ મોકલવામાં આવ્યા. આ દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રાનો ફોન પણ હેક કરવામાં આવ્યો અને તેમના વૉટ્સએપ નંબર પર પણ મેસેજ આવ્યો હતો. રણદીપ સુરજેવાલાએ ભારતીય જનતા પાર્ટી પર જાસૂસીનો આરોપ લગાવતા કહ્યું કે બીજેપી ભારતીય જાસૂસ પાર્ટી છે. તેમણે કહ્યું કે, બેઈમાન ભાજપ સરકારે જાસૂસી મામલે કોઈપણ સવાલના જવાબ નથી આપ્યા, હું તેમને પૂછવા માંગું છું કે આ કામ માટે ભારત સરકારે કેટલાય સ્પાઈવેર ખરીદ્યા છે.

મારુતિ સુઝુકીનો બીએસ -4 સ્ટોક સમાપ્ત થવાની તૈયારીમાં, આ છે કારણમારુતિ સુઝુકીનો બીએસ -4 સ્ટોક સમાપ્ત થવાની તૈયારીમાં, આ છે કારણ

English summary
priyanka gandhi's whatsapp also hacked says congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X