For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાદી ઈન્દિરા ગાંધીના રૂમમાં બેસશે પ્રિયંકા, તૈયાર થઈ રહી છે ઓફિસ

પ્રિયંકા ગાંધીમાં ઈન્દિરા ગાંધીની છબી જોનારા સમર્થક હવે ખુશ થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

પ્રિયંકા ગાંધીમાં ઈન્દિરા ગાંધીની છબી જોનારા સમર્થક હવે ખુશ થઈ શકે છે. મહાસચિવ બન્યા બાદ યુપી કોંગ્રેસ સમિતિ કાર્યાલયમં પ્રિયંકા ગાંધીનો રૂમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રિયંકા એ જ રૂમમાં બેસશે જેમાં ઈન્દિરા ગાંધી બેસતા હતા.

ઈન્દિરા ગાંધીની પૌત્રીના ખભા પર જવાબદારી

ઈન્દિરા ગાંધીની પૌત્રીના ખભા પર જવાબદારી

પ્રિયંકા ગાંધીની અધિકૃત એન્ટ્રી રાજકારણમાં થઈ ચૂકી છે. પ્રિયંકાને મહાસચિવ બનાવવાની સાથે જ પૂર્વી ઉત્તર પ્રદેશનો પ્રભાર આપવામાં આવ્યો છે એટલે કે યુપીનો બધો ભાર હવે ઈન્દિરા ગાંધીની પૌત્રીના ખભે જ રહેશે.

પ્રિયંકા પર ખેલ્યો મોટો દાવ

પ્રિયંકા પર ખેલ્યો મોટો દાવ

આગામી લોકસભા ચૂંટણી નજીક છે. એવામાં કોંગ્રેસ પાર્ટીએ પોતાનું માસ્ટર કાર્ડ ખેલ્યુ છે. કોંગ્રેસ પ્રિયંકા ગાંધી પર મોટો દાવ ખેલ્યો છે. યુપીના રાજકારણમાં પ્રિયંકા ગાંધીના નામ પર કોંગ્રેસે પોતાનું સૌથી મોટુ કાર્ડ ચાલ્યુ છે. વળી, જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમ યુપીના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા પશ્ચિમ યુપીનો પ્રભાર સંભાળશે.

શું યુપીમાં કમબેક કરી શકશે કોંગ્રેસ

શું યુપીમાં કમબેક કરી શકશે કોંગ્રેસ

2019ની લોકસભા ચૂંટણીના ઉપલક્ષ્યમાં જોઈએ તો આ નિર્ણય કોંગ્રેસ માટે ટ્રમ્પકાર્ડ સાબિત થઈ શકે છે. પ્રિયંકાના ચહેરાને આગળ કરીને કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પોતાની ખોવાઈ ગયેલી સાખ પાછી મેળવવાની કોશિશ કરી રહી છે. લોકસભાની દ્રષ્ટિએ જોવામાં આવે તો યુપી દેશનું સૌથી મોટુ રાજ્ય છે. અહીં લોકસભાની 80 સીટો છે. એવામાં હવે પ્રિયંકાના આવવાથી માત્ર પૂર્વી જ નહિ પરંતુ અવધ ક્ષેત્રની સીટો પર પણ અસર પડશે. એટલે કે 40થી વધુ સીટોનો ભાર પ્રિયંકા ગાંધીના ખભા પર રહેશે.

આ પણ વાંચોઃ પ્રિયંકા ગાંધીની તાજપોશી પર મોદીએ ઈશારા-ઈશારામાં કહી મોટી વાતઆ પણ વાંચોઃ પ્રિયંકા ગાંધીની તાજપોશી પર મોદીએ ઈશારા-ઈશારામાં કહી મોટી વાત

English summary
Priyanka Gandhi to sit in Indira Gandhi's room in lucknow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X