પ્રિયંકાનો પ્રહાર: મોદી બતાવી રહ્યાં છે 'બાલિશતા'

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

રાયબરેલી, 29 એપ્રિલ: કોંગ્રેસની સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી વાઢેરાએ આજે પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને કથિત રીતે 'નમૂના' કહેનાર ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર પલટવાર કરતાં કહ્યું કે વડાપ્રધાન પદની ઇચ્છા ધરાવનાર મોદી 'બાલિશતા' બતાવી રહ્યાં છે અને તેમને લોકતાંત્રિક ગરિમાનો ખ્યાલ રાખવો જોઇએ.

પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીના મતવિસ્તાર અમેઠીમાં આવેલી રાયબરેલી જિલ્લાના સલોન વિધાનસભા સ્થિત હિડમાં આયોજીત ચૂંટણી સભામાં કહ્યું 'મોદી રાહુલજીનો મજાક ઉડાવે છે. ક્યાંક હાસ્ય કલાકાર કહે છે તો ક્યાંક શહેજાદા કહે છે.નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની ઇચ્છા ધરાવે છે પરંતુ બાલિશતા બતાવે છે. તે આકાંક્ષાની ગરીમાનો ખ્યાલ રાખવો જોઇએ.' પ્રિયંકાએ ભાવનાત્મક અંદાજમાં કહ્યું કે કોંગ્રેસના નેતાઓને પોતાના જીવનનું બલિદાન કરીને આ દેશની સદીઓ જુની મહાન ગંગા-જમના સંસ્કૃતિને બચાવી છે. બીજી તરફ એક નકારાત્મક વિચારધારા છે. જનતાને આ બંને વચ્ચે પસંદગી કરવાની છે.

તેમણે કહ્યું 'ભાજપે કોંગ્રેસના ઘોષણાપત્રની નકલ કરી છે. જ્યારે તેમના નેતા તમારી સામે આવ્યા તો તેમને પૂછો કે શું તેમની પાસે વિકાસની કોઇ યોજના છે. જો જનતા જાગૃત રહેશે તો રાજકારણને જવાબદેહ બનવું પડશે. વોટ તમારી શક્તિ છે તેને સમજો. જો તમે તમારી શક્તિ આપી ન હોત તો કોઇની હિંમત નથી કે મારી માફક તમારી સામે ઉભા રહેવાની.'

તેમણે કહ્યું 'સાચું રાજકારણ કેવી થાય છે, તમારો વિસ્તાર તેનું એક ઉદાહરણ છે. તેનો અવાઝ તમારા ત્યાંથી ઉઠવો જોઇએ. તમારે એક સ્વચ્છ રાજકારણ જોઇએ.

પ્રિયંકાએ જનતાને જુની યાદોમાં લાવતાં કહ્યું કે 'મારા પિતાજી તમારા સાંસદ હતા. અહીં જે વડીલો હાજર છે તે જાણતા હશે કે રાજીવજી કેટલા સારા વ્યક્તિ હતા. તેમણે અમેઠીનો વિકાસ દૂરદર્શી વિચારધારાથી કરાવ્યો. તેમણે વિસ્તારનો વિકાસ કરાવતી વખતે એમ વિચાર્યું નહી કે કેટલા રસ્તા બનાવવા છે, કેટલા નળ લાગવાના છે. દેશ-દુનિયાથી તેને કેવી રીતે જોડવામાં આવે, જેથી ગયા બાદ દુનિયા યાદ કરે.' તેમણે કહ્યું 'મારા ભાઇ રાહુલજીની વિચારસણી રાજીવજીની જેમ દૂરદર્શી છે.' ભાજપા ઉમેદવાર સ્મૃતિ ઇરાની પર પ્રહાર કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 'તે અંધારીયા રૂમમાં બેસીને પત્રકારો સાથે વાત કરે છે અને કહે છે કે રાહુલજીના વિસ્તારમાં વિકાસ થયો નથી. હવે તમે જણાવું કે રાહુલજીએ વિકાસ કર્યો કે નહી.

priyanka-rahu-1

તેમણે કહ્યું કે રાહુલના કાર્યકાળમાં અમેઠીમાં દૂધની ક્રાંતિ આવી છે. 'રાહુલજીએ જ્યારે જોઇ તો તેમણે 30 ચિલિંગ પ્લાન્ટ લગાવ્યા. આજે અમેઠીથી દેશમાં દૂધ જાય છે. અમેઠીને દેશ સાથે કેવી રીતે જોડી શકાય, તેના માટે રાહુલજીએ સાત રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવ્યા. આ પહેલો જિલ્લો હશે જ્યાં આટલી મોટી માત્રામાં રાષ્ટ્રીય રાજમાર્ગ છે.' પ્રિયંકાએ કહ્યું 'વિજળીની અસુવિધા જરૂર છે. સોનિયાજીએ સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવ સાથે વિજળીની સમસ્યા પર વાત કરી તો તેમણે વિજળી મોકલી પણ. આ મુદ્દે કેટલાક વિપક્ષીઓએ અલ્હાબાદ હાઇકોર્ટમાં કેસ દાખલ કરી દિધો કે રાયબરેલી અને અમેઠીને અલગથી વિજળી કેમ આપવામાં આવે છે. આજે તે વિપક્ષીઓના ઉમેદવાર તમને કહી રહ્યાં છે કે વિકાસ થયો નથી.'

તેમણે રાહુલની ઉપલબ્ધિઓના વખાણ કરતાં કહ્યું 'રાહુલજીએ અમેઠીમાં ટેક્નિકલ સંસ્થા ખોલાવી, જેમાં એફડીડીઆઇ, ટ્રિપલ આઇટી, પેટ્રોલિયમ, ઉડ્ડયન અકાદમી સામેલ છે. દરેક બ્લોકમાં કસ્તૂરબા ગાંધી વિદ્યાલય અને ત્રણ મોડલ સ્કુલ ખોલાવ્યા છે. આજે અમેઠીથી 20 નવી ટ્રેનો ચલાવી છે જે દેશના અલગ-અલગ ખૂણામાં જય છે. આનાથી વિસ્તાર દેશ સાથે જોડાઇ છે. જગદીશપુરમાં ફૂડ પાર્ક ખુલવા જઇ રહ્યાં છે. આનાથી સૌથી વધુ ફાયદો ખેડૂતોને થશે.

English summary
Battling on Rahul Gandhi's behalf, Priyanka Gandhi today took on Narendra Modi over his 'shehzada', "namuna" and other barbs at her brother, saying the BJP leader is aspiring to be Prime Minister but indulging in "childish" behaviour and that he should maintain decorum.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X